WPL Prize Money: RCB ટીમને મહિલા પ્રીમિયર લીગ જીતવા પર થયો પૈસાનો વરસાદ, તો રન અપ ટીમને પણ મળી મોટી રકમ.

WPL Prize Money: વિમેન્સ પ્રીમિયર લીગ 2024ની ફાઈનલ જીતીને, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ઝળહળતી ટ્રોફી તેમજ ઈનામી રકમ જીતી હતી. તે જ સમયે, રનર અપ દિલ્હી કેપિટલ્સની ટીમ પણ ખાલી હાથ ન રહી હતી.

by Bipin Mewada
WPL Prize Money Money rained on RCB team winning women's premier league, run up team also got huge amount..

News Continuous Bureau | Mumbai

WPL Prize Money: વિમેન્સ પ્રીમિયર લીગ 2024 ની ફાઈનલ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ ( Delhi Capitals ) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે એકતરફી જીત મેળવી હતી. કોઈપણ લીગમાં આરસીબી ફ્રેન્ચાઈઝીનું આ પ્રથમ ખિતાબ છે. મહિલા પ્રીમિયર લીગનો ખિતાબ જીતવાની સાથે જ RCB પર ઈનામની રકમના રૂપમાં પણ પૈસાનો વરસાદ થયો છે. 

વિમેન્સ પ્રીમિયર લીગ 2024ની ફાઈનલ જીતીને, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ( Royal Challengers Bangalore ) ઝળહળતી ટ્રોફી તેમજ ઈનામી રકમ જીતી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને વિમેન્સ પ્રીમિયર લીગની ચેમ્પિયન ટીમ બનવા માટે 6 કરોડ રૂપિયા ઈનામી રકમ ( Prize Money )  તરીકે આપવામાં આવ્યા હતા. તે જ સમયે, રનર અપ દિલ્હી કેપિટલ્સની ટીમ પણ ખાલી હાથ ન રહી હતી. રનર અપ બનવા માટે તેને 3 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી હતી.

  દિલ્હી કેપિટલ્સની બેટિંગ સંપૂર્ણપણે ફ્લોપ રહી હતી..

ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સની બેટિંગ સંપૂર્ણપણે ફ્લોપ રહી હતી. તેણે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ સારી શરૂઆત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્પિનરો સામે બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનને કારણે દિલ્હી કેપિટલ્સ 18.3 ઓવરમાં 113 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી શેફાલી વર્માએ સૌથી મોટી ઇનિંગ રમી હતી. શેફાલી વર્માએ 27 બોલમાં 44 રન બનાવ્યા હતા. આ લક્ષ્યના જવાબમાં કેપ્ટન સ્મૃતિ મંધાનાએ આરસીબી ટીમને સારી શરૂઆત અપાવી હતી અને 31 રન બનાવ્યા હતા. જ્યારે સોફી ડિવાઈને 32 રનની ઈનિંગ રમી હતી. આ પછી એલિસ પેરીએ 35 અણનમ રન અને રિચા ઘોષે 17 અણનમ રન બનાવીને મેચ જીતી લીધી હતી.

આ સમાચાર પણ વાંચો : Cyber Fraud: નવી મુંબઈમાં શેર ટ્રે઼ડિંગમાં સારા વળતરની લાલચમાં રુ. 1.36 કરોડની છેતરપિંડી, પોલીસ તપાસ શરુ.

મહિલા પ્રીમિયર લીગ સિવાય આરસીબીની ટીમ માત્ર આઈપીએલમાં જ રમે છે. પરંતુ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ એક વખત પણ ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. RCB ની ટીમ 3 વખત IPL ફાઇનલમાં પહોંચી હતી અને દરેક વખતે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે હવે આરસીબીની મહિલા ટીમે પ્રીમિયર લીગ જીતીને પ્રથમ વખત વિજયનો સ્વાદ ચાખ્યો હતો.

WPL 2024 ફાઇનલ પછી વિતરિત એવોર્ડ્સની સૂચિ:

-પાવરફુલ સ્ટ્રાઈકર ઓફ ધ મેચ (ટ્રોફી અને રૂ. 1 લાખ): શેફાલી વર્મા
-સિક્સ ઓફ ધ મેચ (ટ્રોફી અને રૂ. 1 લાખ): શેફાલી વર્મા
-પ્લેયર ઓફ ધ મેચ (ટ્રોફી અને રૂ. 2.5 લાખ): સોફી મોલિનેક્સ
-પાવરફુલ સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન (ટ્રોફી અને રૂ. 5 લાખ): જ્યોર્જિયા વેરહેમ
-સિઝનના સિક્સર (ટ્રોફી અને રૂ. 5 લાખ): શેફાલી વર્મા
-ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન (ટ્રોફી અને રૂ. 5 લાખ): શ્રેયંકા પાટિલ
-ફેરપ્લે એવોર્ડ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
-કેચ ઓફ ધ સીઝન એવોર્ડ (ટ્રોફી અને રૂ. 5 લાખ): સજીવન સજના
-સિઝનમાં સૌથી વધુ વિકેટ માટે પર્પલ કેપ (કેપ અને રૂ. 5 લાખ): શ્રેયંકા પાટિલ
-સિઝનમાં સૌથી વધુ રન માટે ઓરેન્જ કેપ (કેપ અને રૂ. 5 લાખ): એલિસ પેરી
-મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન (ટ્રોફી અને રૂ. 5 લાખ): દીપ્તિ શર્મા
-રનર અપ ટીમ (ટ્રોફી અને રૂ. 3 કરોડ): દિલ્હી કેપિટલ્સ
-વિજેતા ટીમ (ટ્રોફી અને રૂ. 6 કરોડ): રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More