Mumbai :મુંબઈમાં નવું ઘર ખરીદનારા માટે ગુડ ન્યુઝ… સરકારે આજથી શરૂ થતા નવા નાણાંકીય વર્ષમાં પણ રેડી રેકનરના ભાવમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો.

by kalpana Verat
Mumbai No change in ready reckoner rates in Maharashtra

News Continuous Bureau | Mumbai 

 Mumbai :

  • મુંબઈમાં ઘર ખરીદવા માંગતા લોકો અને પ્લૉટ ખરીદવા કે પછી રીડેવલપમેન્ટ કરવા ઇચ્છતા બિલ્ડરો માટે સારા સમાચાર છે.
  • રાજ્ય સરકારે આજથી શરૂ થતા નવા નાણાંકીય વર્ષમાં પણ રેડી રેકનરના ભાવમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. 
  • અગાઉ કોવિડ પછી વર્ષ 2022-’23માં રેડી રેકનરમાં થોડો વધારો કરવામાં આવ્યો હતો.  
  • ગઈ કાલે પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં 2022-’23ની સરખામણીએ મુંબઈમાં 13 હજાર ઘર વધુ વેચાયાં છે. વર્ષ 2023-’ 24માં કુલ 1.32 લાખ ફ્લૅટ મુંબઈમાં વેચાયા છે. 
  • સરકારને એ ફ્લૅટ વેચાવાથી સ્ટૅમ્પ-ડ્યુટી (ઍગ્રીમેન્ટ વૅલ્યુના 6 ટકા)ની જબ્બર આવક થતી હોય છે.
  • જો રેડી રેકનરના ભાવમાં વધારો કરાય તો ફ્લૅટની કિંમત વધી જાય છે અને એ પ્રમાણે સ્ટૅમ્પ-ડ્યુટીમાં પણ વધારો થતો હોય છે.

આ સમાચાર પણ વાંચો : LPG Gas Price: લોકસભાની ચૂંટણી પહેલાં સામાન્ય જનતાને મળી ભેટ, ગેસના બાટલાના ભાવમાં ધરખમ ઘટાડો; જાણો કેટલો થયો સસ્તો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More