News Continuous Bureau | Mumbai
MNS Gudi Padwa Melava: રાજ્યમાં હાલ લોકસભા ચૂંટણી 2024 નો માહોલ જોવા મળી રહ્યો છે . તમામ પક્ષોએ હાલ ચૂંટણી માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. તેમજ ઘણા પક્ષો હાલ ગઠબંધનમાં જોડાય રહ્યા છે અને તેમનો પક્ષ મજબુત કરી રહ્યા છે. આ જ સંદર્ભે છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલી રહી છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના મહાયુતિમાં જોડાશે. પરંતુ હજુ પણ MNS દ્વારા આ અંગે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી .
જો કે, થોડા દિવસો પહેલા રાજ ઠાકરેએ દિલ્હીની મુલાકાત લીધી હતી, ત્યારથી MNS મહાગઠબંધનમાં સામેલ થવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. પરંતુ ખરેખર શું થઈ રહ્યું છે? આ પ્રશ્ન દરેકના મનમાં છે. તો આજ મુદ્દે હવે રાજ ઠાકરેએ એક પોસ્ટ કરીને માહિતી આપી છે. રાજ ઠાકરેએ પોસ્ટમાં લખ્યું છે કે મારે તમારી સાથે સીધી વાત કરવી છે, ગુડીપાડવાની ( Gudi Padwa ) બેઠકમાં ખરેખર શું થઈ રહ્યું છે? બધુ જણાવવામાં આવશે તેવી એકસ પર જાહેરાત કરવામાં આવી છે.
९ तारखेला शिवतीर्थावर या, नक्की काय घडलंय, काय घडतंय… हे मला आपल्याशी प्रत्यक्ष बोलायचं आहे ! #मनसे_पाडवामेळावा #MNSGudhiPadwaRally pic.twitter.com/OgImzXTSQX
— Raj Thackeray (@RajThackeray) April 5, 2024
હાલ ભાજપ અને મનસે વચ્ચે ગઠબંધનની વાતચીત ચાલી રહી છે…
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેએ ( Raj Thackeray ) તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ગુડીપડવાની રેલીનું ટ્રેલર લોન્ચ ( Trailer launch ) કર્યું છે. રાજ ઠાકરેએ કેપ્શન સાથે ગુડીપડવાના મેળાનું ( Gudi Padwa Melava ) ટ્રેલર રિલીઝ કર્યું છે, 9 તારીખે શિવતીર્થ પર આવો, બરાબર શું થઈ રહ્યું છે, .. આ બધું મારે તમારી સાથે સીધી વાત કરવી છે!.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024: શું દેશમાં સુપ્રીમ કોર્ટે આ ખામીને કારણે EVM પર પ્રતિબંધ મૂક્યો? ચૂંટણી પંચે હવે જણાવ્યું આના પાછળની સત્યતા..
હાલ ભાજપ અને મનસે વચ્ચે ગઠબંધનની વાતચીત ચાલી રહી છે. જો ગઠબંધન થશે તો મનસે એક બેઠક પર ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.પરંતુ આ વર્ષની ચૂંટણીમાં ચિત્ર કંઈક અલગ જ છે. કારણ કે આખા મુંબઈમાં પ્રભુત્વ ધરાવતી શિવસેના વચ્ચે હવે વિભાજન થઈ ગયું છે. શિવસેના બે જૂથોમાં વહેંચાઈ ગઈ. એક શિંદે જૂથ અને બીજું ઠાકરે જૂથ. શિંદેએ ભાજપને ટેકો આપ્યો હતો, જ્યારે ઠાકરે મહાવિકાસ અઘાડી સાથે રહ્યા હતા.
આ વિભાજનથી રાજ્યની રાજનીતિનું ગણિત તો બદલાઈ ગયું પણ શિવસેનાના સમીકરણો પણ બદલાઈ ગયા. તેથી હવે મુંબઈમાં મોટી જીત હાંસિલ કરવા માટે ઉદ્ધવ ઠાકરે જુથને રોકવું પડશે અને આ માટે મનસે મહાયુતિને મદદ કરશે. કારણ કે મુંબઈમાં શિવસેનાની સાથે MNSનું પણ પોતાનું પ્રભુત્વ ધરાવે છે . મરાઠી વોટબેંક MNSની તરફેણમાં છે. ગત ચૂંટણીમાં પણ મરાઠી વોટબેંક મોટા પાયે MNS તરફ ખેંચાઈ હોવાનું જોવા મળ્યું હતું. તેથી એવું કહેવાય છે કે ભાજપે ઉદ્વવ ઠાકરેને જવાબ આપવા માટે હવે મનસેને સાથે લેવાની યોજના બનાવી છે.