News Continuous Bureau | Mumbai
Share market High : કારોબારી સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આજે ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 200 પોઈન્ટથી મજબૂત બન્યો છે.
Share market High : સેન્સેક્સ-નિફ્ટી માં જોરદાર તેજી
સેન્સેક્સ 941.12 (1.28%) પોઈન્ટના વધારા સાથે 74,671.28 પર બંધ થયો છે, જ્યારે નિફ્ટી 223.45 (1.00%) પોઈન્ટના વધારા સાથે 22,643.40 સ્તર પર પહોંચ્યો છે. ( Sensex-nifty Up )
Share market High : શેરબજારનું માર્કેટ કેપ ઐતિહાસિક ઊંચાઈએ
શેર માર્કેટમાં આજના જોરદાર ઉછાળાને કારણે ભારતીય શેરબજારનું માર્કેટ કેપ ફરી એકવાર નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યું ( Share Market Market cap at new high ) છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 406.59 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 404.09 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. આજના ટ્રેડિંગમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.50 લાખ કરોડનો વધારો નોંધાયો છે. ( Investors wealth increased )
આ સમાચાર પણ વાંચો : Mumbai Local Train Derails : મુબઈમાં લોકલ ટ્રેનની બોગી પાટા પરથી ઉતરી, આ રેલવે લાઇન પરની સેવાઓ થઇ પ્રભાવિત; મુસાફરોના હાલ બેહાલ..
Share market High : માર્કેટના સેકટરની સ્થિતિ
આજના ટ્રેડિંગમાં બેન્કિંગ સેક્ટરના શેરોના કારણે બજારમાં તેજી હતી. નિફ્ટી બેંક 1223 પોઈન્ટના ઉછાળા સાથે 49,424 પોઈન્ટની નવી ટોચે બંધ થયો છે. તો નિફ્ટીનો PLU ઈન્ડેક્સ 189 પોઈન્ટના ઉછાળા સાથે 7569 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ સિવાય ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો પણ આજના કારોબારમાં તેજી સાથે બંધ થયા છે. પરંતુ ઓટો અને આઈટી શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેર લીલા નિશાનમાં અને 4 ઘટીને બંધ રહ્યા હતા.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)