Aamir khan: શું હવે એક સાથે એક ફિલ્મમાં જોવા મળશે આમિર, સલમાન અને શાહરુખ? કપિલ ના શો માં મિસ્ટર પરફેક્ટનિસ્ટ એ કર્યો આ વાતનો ખુલાસો

Aamir khan: આમિર ખાન તાજેતર માં કપિલ શર્મા ના શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો માં પહોંચ્યો હતો, આ દરમિયાન આમિર ખાને ઘણા ખુલાસા પણ કર્યા હતા.

by Zalak Parikh
is aamir khan salman khan and shahrukh khan doing work together in film

News Continuous Bureau | Mumbai 

 Aamir khan: આમિર ખાન,સલમાન ખાન અને આમિર ખાને ક્યારેક એકસાથે એક ફિલ્મ માં કામ નથી કર્યું. આ ત્રણેય ના ચાહકો ત્રણેય ને એકસાથે એક ફિલ્મ માં જોવા માંગે છે. હવે લાગે છે કે ચાહકો નો આ ઈચ્છા જલ્દી જ પુરી થશે. આમિર ખાન કપિલ શર્મા ના શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો માં પહોંચ્યો હતો. આ દરમિયાન આમિર ખાને સલમાન ખાન અને શાહરુખ ખાન સાથે કામ કરવાની ઈચ્છા દર્શાવી હતી. 

આ સમાચાર પણ વાંચો : Deepika chikhalia birthday: જાણો રામાયણમાં સીતા બનીને લોકો ના દિલ માં ખાસ જગ્યા બનાવનાર અભિનેત્રી દીપિકા ચીખલીયા વિશે કેટલીક રસપ્રદ વાતો

આમિર ખાને કર્યો ખુલાસો 

આમિર ખાન હાલમાં જ ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ના નવા એપિસોડમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે પ્રેક્ષકો સાથે વાત કરતા કહ્યું, “અમે ત્રણેય આટલા વર્ષોથી એક જ ઈન્ડસ્ટ્રીમાં છીએ અને જો અમે અમારી કરિયરના આ તબક્કે સાથે કોઈ ફિલ્મ ન કરીએ તો તે દર્શકો માટે ખૂબ જ ખોટું હશે. એક ફિલ્મ તો કરવી જ જોઈએ હું બે દિવસ પહેલા જ સલમાન ખાન ને મળ્યો હતો સલમાન ખાને તેની બ્રાન્ડ ના કપડાં મને ભેટ માં આપ્યા હતા.અમે ત્રણેય એક સારી વાર્તા શોધી રહ્યા છીએ જો કોઈ ડાયરેક્ટર અમારી પાસે સારી વાર્તા લઈને આવશે તો અમે જરૂર સાથે ફિલ્મ કરીશું.”


તમને જણાવી દઈએ કે આમિર ખાન, શાહરુખ ખાન અને સલમાન ખાન ત્રણેય એક સાથે મુકેશ અંબાણી ના દીકરા અનંત અંબાણી ના પર વેડિંગ ફંક્શન માં ડાન્સ કરતા જોવા મળ્યા હતા. .

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More