Second Hand iPhone: સસ્તા સેકન્ડ હેન્ડ એન્ડ્રોઈડ કે આઈફોન ખરીદતા પહેલા આ બાબતોનું ચોક્કસ ધ્યાન રાખો.. નહીં તો થઈ શકે છે મોટું નુકસાન..

Second Hand iPhone: જો તમે સેકન્ડ હેન્ડ આઇફોન ખરીદી રહ્યા છો તો આ બાબતો ચોક્કસ તપાસો. જો તમે આ વસ્તુઓની તપાસ નહીં કરો તો તમને મોટું નુકસાન થઈ શકે છે. તમે જેટલામાં ફોન ખરીદો છો તેના કરતાં બમણો ખર્ચ કરવો પડી શકે છે.

by Bipin Mewada
Before buying a cheap second hand Android or iPhone, keep these things in mind. Otherwise, there may be a big loss.

News Continuous Bureau | Mumbai 

Second Hand iPhone: દેશમાં વધતા જતા આ ટેકનોલોજીના યુગમાં ઘણા લોકો હાલ આઇફોન ( iPhone ) મેળવવાનું સપનું જોતા હોય છે. પરંતુ ઉંચી કિંમતના કારણે ઘણા લોકો iPhone ખરીદી શકતા નથી. તેથી કેટલાક સેકન્ડ હેન્ડ આઇફોન ખરીદવાની યોજના ધરાવે છે. સેકન્ડ હેન્ડ આયફોન ખરીદવામાં કંઈ ખોટું નથી. આ ડીલ નફાકારક પણ બની શકે છે. પરંતુ સેકન્ડ હેન્ડ ફોન ( Second hand phone ) ખરીદતા પહેલા કેટલીક બાબતો તપાસી લેવી જોઈએ. નહિંતર તમને મોટું નુકસાન થઈ શકે છે. અડધાથી વધુ પૈસા તમારા ફોનના રિપેરકામમાં જઈ શકે છે. આ કારણે સેકન્ડ હેન્ડ આઇફોન ખરીદતી વખતે શું ધ્યાન રાખવું જોઇએ… ચાલો જાણીએ. 

Second Hand iPhone: ફોનનું બિલ ( Phone bill ) ચેક કરો: 

માત્ર iPhone જ નહીં, કોઈપણ સેકન્ડ હેન્ડ ફોન ખરીદતી વખતે સૌથી મહત્વની બાબત એ છે કે ખરીદીનો પુરાવો તપાસવો. તમારે તે ફોનનું બિલ તપાસવું જોઈએ. મૂળ બિલની હાર્ડ કોપી અથવા સોફ્ટ કોપીનો આમાં ઉપયોગ કરી શકાય છે. ઘણી વખત ફોન વોરંટી હેઠળ હોય છે. જો તમને ફોનનું અસલ બિલ મળે છે, તો તમે આ બધી બાબતો ચકાસી શકો છો.

Second Hand iPhone: સીરીયલ નંબર ( serial no ) તપાસો

 શું ફોન વોરંટી હેઠળ છે? આને ચેક કરવા માટે પહેલા iPhone સેટિંગ્સમાં જાઓ. તે પછી જનરલ વિકલ્પો પર જાઓ. પછી અબાઉટ સેક્શન પર ક્લિક કરો. અહીં તમે iPhone સીરીયલ નંબર તપાસી શકો છો. તમામ વિગતો મેળવવા માટે આ સીરીયલ નંબરને કોપી કરો અને checkcoverage.apple.com પર પેસ્ટ કરશો તો તમને આ વિશે તમામ માહિતી મળી જશે.

આ સમાચાર પણ વાંચો : Astrology On Relationships : કુંડળીમાં રાહુ, કેતુ કે શનિના પ્રભાવથી શું પ્રેમ સંબંધોમાં અડચણો કે સમસ્યાઓ આવે છે… જાણો કયા ગ્રહના કારણે પ્રેમ સંબંધોમાં બ્રેકઅપ થાય છે..

Second Hand iPhone: બેટરી ( battery ) તપાસો

 કોઈપણ ફોન માટે સારી બેટરી જરૂરી છે. આઇફોન માટે બેટરીની સ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો iPhoneની બેટરી હેલ્થ 80 ટકાથી વધુ હોય તો તે iPhone ખરીદવામાં કોઈ સમસ્યા નથી. પણ જો તેનાથી ઓછું હોય તો વિચારીને નક્કી કરો. iPhoneની બેટરી તપાસવા માટે iPhone સેટિંગ્સ પર જાઓ. બેટરીનો વિકલ્પ પર કિલક કરો. બેટરી હેલ્થ અને ચાર્જિંગ પર ક્લિક કરો. જો તમે કોઈપણ આયફોનમાં બેટરીના સ્વાસ્થ્યની તપાસ કરી શકતા નથી, તો તે નકલી iPhone છે.

Second Hand iPhone:  ડિસ્પ્લે વિશે માહિતી: 

નવીનતમ આઇફોન તરત જ તપાસતા ખબર પડી જશે. તેમજ બિનસત્તાવાર સેવા કેન્દ્રમાં iPhoneનું ડિસ્પ્લે બદલવામાં આવ્યું છે કે રિપેર કરવામાં આવ્યું છે કે કેમ તે પણ ચેક કરી શકાય છે. તેના માટે iPhone સેટિંગ્સમાં જાઓ. ડિસ્પ્લે અને બ્રાઈટનેસ પર ક્લિક કરો. હવે તમે ટ્રુ ટોન એક્ટિવેટ કરી શકો છો. જો તે સક્રિય ન થાય, તો તે વધુ સંભવ છે કે આઇફોનનું રિપેરકામ કરવામાં આવ્યું છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More