News Continuous Bureau | Mumbai
Special train: મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ( Western Railway ) અમદાવાદ અને હુબલ્લી વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.
Special train: ટ્રેન નંબર 07314/07313 અમદાવાદ-હુબલ્લી-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન (2 ટ્રીપ)
ટ્રેન નંબર 07314 અમદાવાદ-હુબલ્લી સ્પેશિયલ ( Ahmedabad – Hubli Special Train ) અમદાવાદથી શુક્રવાર, 10 મે 2024ના રોજ 08.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.00 કલાકે હુબલ્લી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 07313 હુબલ્લી- અમદાવાદ ( Ahmedabad ) સ્પેશિયલ ગુરુવાર, 09 મે 2024 ના રોજ હુબલ્લી થી 08.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.00 કલાકે અમદાવાદ પહોંચશે.
બંને દિશામાં આ ટ્રેન વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સાતારા, કરાડ, સાંગલી, મિરજ, બેલગાવી, લોંડા અને ધારવાડ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી ઈકોનોમી, સ્લીપર અને જનરલ ક્લાસ ના કોચ હશે.
આ સમાચાર પણ વાંચો: Dharavi Redevelopment Project: ધારાવી પુનઃવિકાસને લઈને પક્ષ – વિપક્ષ ઉમેદવારો વચ્ચે વિવાદ, જનતાને ગેરમાર્ગે દોરવાનો એકબીજા પર આરોપ..
ટ્રેન નંબર 07314 નું બુકિંગ 09 મે 2024 થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી ( IRCTC ) વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.