News Continuous Bureau | Mumbai
Chardham Yatra 2024 : ઉત્તરાખંડ ના ચાર ધામ એટલે કે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી.. ચાર યાત્રા લોકો માટે આસ્થાનો વિષય છે, પરંતુ કેટલાક લોકો રીલ અને વિડિયોગ્રાફી માટે અહીં આવે છે. આવી સ્થિતિમાં વૃદ્ધોની સાથે યુવાનોનો પણ ધસારો જોવા મળી રહ્યો છે જેના કારણે સામાન્ય ભક્તોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પગલે ઉત્તરાખંડ સરકારે કડક નિર્ણય લીધો છે.
Chardham Yatra 2024 : ચારેય ધામોમાં વિડિયોગ્રાફી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ
મીડિયા રિપોર્ટ મુજબ રાજ્ય સરકારે ચારેય ધામોમાં રીલ બનાવવા અથવા વિડિયોગ્રાફી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. કેદારનાથ-બદ્રીનાથ, ગંગોત્રી સહિતના ચાર ધામોના મંદિર પરિસરની 50 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલું જ નહીં ધામોમાં રીલ બનાવીને ભ્રામક માહિતી ફેલાવનારાઓ સામે સીધી FIR દાખલ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, ભક્તો ન તો ધામોમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકશે અને ન તો તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે રીલ બનાવી શકશે.
Chardham Yatra 2024 : મોબાઈલ ફોન પર પ્રતિબંધ
ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રતુરીએ કહ્યું કે ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. આ દરમિયાન ઘણા એવા લોકો પણ આવી રહ્યા છે જેઓ આસ્થા માટે નહીં પરંતુ માત્ર ફરવા માટે આવી રહ્યા છે અને ધામોના મંદિર પરિસરમાં ભક્તો મોબાઈલમાં ફોટા પડાવવા અને વીડિયો બનાવવામાં ઘણો સમય વિતાવી રહ્યા છે. જેના કારણે આસપાસ બિનજરૂરી ભીડ જોવા મળે છે. એટલું જ નહીં તેમની કેટલીક હરકતોથી લોકોની આસ્થાને ઠેસ પહોંચી રહી છે. અહીં કોઈની આસ્થાને ઠેસ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એટલા માટે મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકવા જેવા પગલા લેવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Indian Masala Ban : Indian Spices: MDH અને એવરેસ્ટને વધુ એક ઝટકો, હોંગકોંગ સિંગાપોર બાદ આ દેશે પણ મુક્યો પ્રતિબંધ, બ્રિટન પણ તૈયારીમાં..
Chardham Yatra 2024 : VIP દર્શન પરનો પ્રતિબંધ 31 મે સુધી લંબાવ્યો
આ સિવાય ચાર ધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડને જોતા ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રતુરીએ VIP દર્શન પરનો પ્રતિબંધ 31 મે સુધી લંબાવ્યો છે જેથી કરીને તમામ શ્રદ્ધાળુઓ સરળતાથી ચાર ધામના દર્શન કરી શકે. તેમણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને જાણ કરી છે કે તીર્થયાત્રીઓના અભૂતપૂર્વ ધસારાને જોતા, 31 મે સુધી ચાર ધામમાં કોઈ વીઆઈપી દર્શન થશે નહીં. તેમણે કહ્યું, “માત્ર નોંધાયેલા ભક્તોને જ તેમના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. ચોક્કસ તારીખો આપવામાં આવશે.
Chardham Yatra 2024 : ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે
સોશિયલ મીડિયા પર ઘણા જૂના વીડિયો છે, જેમાંથી 10 મેથી કેદારનાથમાં હડતાળનો વીડિયો સૌથી વધુ વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હડતાળ ત્યાં સમાપ્ત થઈ ગઈ હોવા છતાં ભવિષ્યમાં પણ હડતાળ ચાલુ રહેશે. એવી માહિતી સાથે વિડીયો શેર કરવામાં આવી રહ્યા છે.