News Continuous Bureau | Mumbai
Gujarat ATS : લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે સોમવારે મતદાન થયું હતું. દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી ATSને 4 આતંકીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે. આ આતંકવાદીઓનો દેશમાં મોટી જાનહાનિ કરવાનો પ્લાન હતો. ચોંકાવનારી વાત એ છે કે આ આતંકવાદીઓને હિંદુ નેતાઓની સાથે બીજેપી, આરએસએસના નેતાઓની ટાર્ગેટ કિલિંગનું ટાસ્ક આપવામાં આવ્યું હતું. માહિતી સામે આવી છે કે ચારેય આતંકીઓ શ્રીલંકાના નાગરિક છે. તે શ્રીલંકાથી ચેન્નાઈ આવ્યા હતા. જે બાદ તેઓ ચેન્નાઈથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. પરંતુ અમદાવાદમાં ગુજરાત ATS એ ચારેય આતંકીઓને અમદાવાદ આવતાં જ પકડી લીધા હતા આ આતંકીઓ પાસે પાકિસ્તાન દ્વારા બનાવેલા હથિયારો મળી આવ્યા છે.
Gujarat ATS : તેઓ માત્ર તમિલ ભાષા બોલે છે
આ ચાર આતંકવાદીઓના નામ મોહમ્મદ નુસરથ, મોહમ્મદ નફરન, મોહમ્મદ ફારીસ અને મોહમ્મદ રશદીન છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિકાસ સહાયે આ અંગે માહિતી આપી છે. ચારેય આતંકવાદીઓ શ્રીલંકાના વતની છે. તેઓ ઈસ્લામિક સ્ટેટ વિચારધારાના કટ્ટરપંથી છે. તેઓ માત્ર તમિલ ભાષા બોલે છે. તેઓ હિન્દી અને અંગ્રેજી ભાષા સમજી શકતા નથી. ચેન્નાઈથી અમદાવાદ આવ્યા બાદ ચારેય આતંકવાદીઓ તેમના પાકિસ્તાની હેન્ડલરના મેસેજની રાહ જોઈ રહ્યા હતા. તેઓ અમદાવાદથી ટાર્ગેટ લોકેશન સુધી પહોંચવા માંગતા હતા. ત્યાંથી તેમને હથિયારો મળવાનાં હતા. પરંતુ એટીએસે તે પહેલા જ તેની ધરપકડ કરી હતી
Gujarat ATS : આતંકવાદીઓને યહૂદીઓ પર હુમલો કરવાનું કામ સોંપ્યું
ચારેય આતંકવાદીઓને મુખ્ય યહૂદી સ્થળો પર હુમલો કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ભાજપ, આરએસએસ અને હિંદુ નેતાઓની ટાર્ગેટ કિલિંગની પણ યોજના હતી. જો આ આતંકીઓને હેન્ડલરની સૂચના મળી હોત તો તેઓ દેશમાં મોટી હોનારત સર્જવાની તૈયારી પણ કરી રહ્યા હતા. આતંકવાદીઓનો માસ્ટર માઈન્ડ પાકિસ્તાનમાં છે. નોંધનીય વાત એ છે કે ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એકે પાકિસ્તાનનો વિઝા પણ લીધો છે. ગુજરાત ATSના અધિકારીઓ પણ આ આતંકીઓની પૂછપરછ કરી રહ્યા છે. કારણ કે એજન્સીઓને શંકા છે કે આતંકીઓના તાર ભારતના કેટલાક લોકો સાથે જોડાયેલા હોઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો: Maharashtra HSC 12th Result 2024 : 12માનું પરિણામ જાહેર, છોકરીઓએ બાજી મારી, આ વિભાગનું સૌથી ઓછું પરિણામ
Gujarat ATS : ભારતીય ચીફની ધરપકડ
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ISISના ભારતીય ચીફની ધરપકડ કરવામાં આવી હતી. આ ચીફની સાથે તેના સાથીદારની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ બંને આરોપીઓ બાંગ્લાદેશની સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશ્યા હતા. બંનેની આસામના ધુબરી જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપી આતંકવાદને ભંડોળ પૂરું પાડવા અને ISIS માટે ભરતી કરવાના ઇરાદાથી ભારત આવ્યો હતો.