News Continuous Bureau | Mumbai
Air Ambulance: રાજય સરકારના ( Gujarat Government ) સિવિલ એવિએશન ડીપાર્ટમેન્ટ દ્વારા એર એમ્બ્યુલન્સ સેવાનો ( Air Ambulance Services ) પ્રારંભ થયો છે. વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લઈ શકે તે માટે ખૂબ જ વ્યાજબી ભાવે ચલાવવામાં આવે છે. આ સેવા સિવિલ એવિએશન વિભાગ ( Civil Aviation Department ) અને GVK-EMRI દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહી છે, જેનો તમામ નાગરિકો લાભ લઈ શકે છે. એર એમ્બ્યુલન્સની સેવા લેવા માટે નાગરિકો ૧૦૮ ઉપર સંપર્ક કરી ઉક્ત સેવા મેળવી શકે.
એરક્રાફ્ટ અને ઈક્વિપમેન્ટ્સની વાત કરીયે તો, એર એમ્બ્યુલન્સ બીકક્રાફ્ટ-200 પ્લેનનો ઉપયોગ કરે છે, એરક્રાફ્ટ ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફ સાથે, વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર, ઓક્સિજન સિલિન્ડર અને ECG મોનિટર વગેરે જેવા આવશ્યક તબીબી સાધનો સાથે સજ્જ છે. એર એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને હવે ઝડપથી એક એરપોર્ટથી બીજા એરપોર્ટ પર તુરંત પહોંચાડી શકે શકાય છે, જેથી ક્રિટીકલ કંડીશનમાં તેઓને ઝડપથી અને સમયસર તબીબી સારવાર મળી શકે.
આ સમાચાર પણ વાંચો: ISI Mark: આઈ એસ આઈ (ISI) માર્ક લગાવ્યા વગરના સ્ટાઈરીન બ્યૂટાડીન રબર લેટેક્સ બનાવતી યુનિટ પર ભારતીય માનક બ્યુરોના દરોડા
અત્યાર સુધીમાં 42 એર એમ્બ્યુલન્સ ( Air Ambulance ) ફ્લાઈટ સફળતાપૂર્વક ઓપરેટ કરવામાં આવી છે. વધુ માહિતી માટે અથવા એર એમ્બ્યુલન્સ સેવાનો લાભ લેવા માટે નાગરિકો 108 પર સંપર્ક કરી શકે છે.
ચાલો, ગુજરાતમાં ( Gujarat ) તબીબી સહાયને વધુ સુલભ અને કાર્યક્ષમ બનાવવા માટે સાથે મળીને કામ કરીએ.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.