Acharya Devvrat : ગુજરાતમાં એક વર્ષમાં વધુ 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એવા લક્ષ્ય સાથે કામ કરવાની આવશ્યકતા : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

Acharya Devvrat : પ્રાકૃતિક ખેતી એ ગુજરાત સરકારનું મિશન છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ. ગામેગામ પ્રાકૃતિક ખેતીનું મોડેલ ફાર્મ તૈયાર કરવાની મુખ્યમંત્રીની સૂચના : વર્ષ 2024-25માં 3,245 મોડેલ ફાર્મ તૈયાર કરવાનું આયોજન. ગુજરાતમાં રાસાયણિક ખાતરનો વપરાશ ઘટતાં કેન્દ્ર સરકાર પ્રોત્સાહન તરીકે રૂ. 1000 કરોડ ફાળવશે જે પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે વપરાશે : કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ-પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાનને વધુ વેગવાન બનાવવા રાજભવનમાં યોજાઈ ઉચ્ચકક્ષાની સમીક્ષા બેઠક.

by Hiral Meria
Acharya Devvrat The need to work towards the target of getting 10 lakh more farmers to adopt natural farming system in one year in Gujarat

 News Continuous Bureau | Mumbai

Acharya Devvrat : ગુજરાતમાં ( Gujarat ) પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા ચાલી રહેલા મહાઅભિયાનને વધુ વેગવાન અને અસરકારક બનાવવા રાજભવનમાં યોજાયેલી રાજ્યકક્ષાની સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) વરિષ્ઠ અધિકારીઓ અને ખેડૂત આગેવાનોને માર્ગદર્શન આપ્યું હતું.  

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ( Acharya Devvrat ) કહ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે 9,27,550 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આગામી એક વર્ષમાં વધુ 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એવા લક્ષ્ય સાથે કામ કરવાની આવશ્યકતા છે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પાંચ-પાંચ ગામના 2,916 ક્લસ્ટર્સ બનાવીને દરેક ક્લસ્ટર્સમાં એક નિષ્ણાત ખેડૂત અને  કૃષિ વિભાગના એક નિષ્ણાત અધિકારી ખેડૂતોને ( Gujarat Farmers ) તેમના ખેતરમાં જઈને તાલીમ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં 43.98 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની ( Organic Farming ) તાલીમ આપવામાં આવી છે. 

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાતની દાંતીવાડા, આણંદ, નવસારી અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીઓના ત્રણ વર્ષના સંશોધનોથી વૈજ્ઞાનિક સાબિતી મળી છે કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાથી કૃષિ ઉત્પાદન પહેલા જ વર્ષે વધે છે અને ઉત્પાદનની ગુણવત્તામાં બમણો સુધારો થાય છે. ભૂમિની ફળદ્રુપતા પાછી લાવવી હશે, લોકોનું સ્વાસ્થ્ય સુધારવું હશે અને પર્યાવરણ બચાવવું હશે તો પ્રાકૃતિક કૃષિ વિના નહીં ચાલે. 

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ ગુજરાત સરકારનું મિશન છે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ મિશન છે. તેમણે કહ્યું કે, ગુજરાતનો પ્રત્યેક ખેડૂત રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે એ આપણું લક્ષ્ય છે, આ માટે સૌના સહિયારા પ્રયાસો જરૂરી છે. 

ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાય તે માટે ગામેગામ પ્રાકૃતિક ખેતીનું મોડેલ ફાર્મ તૈયાર કરવાની સૂચના આપતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી માટે મિશન મોડ પર કામ કરવાની આવશ્યકતા છે. વૈજ્ઞાનિક સંશોધનોના પરિણામો અત્યંત પ્રોત્સાહક છે ત્યારે પ્રત્યેક ખેડૂત વહેલામાં વહેલી તકે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ સમયની માંગ છે. ગત વર્ષે ગુજરાતમાં 3,107 મોડલ પ્રાકૃતિક ફાર્મ તૈયાર કરાયા છે. વર્ષ 2024-25માં વધુ 3,245 મોડેલ ફાર્મ તૈયાર કરવાનું આયોજન છે. 

આ સમાચાર પણ વાંચો :  Excise Department: મહારાષ્ટ્રમાં બાર અને પબમાં સગીરો પ્રવેશ પર મુકાશે પ્રતિબંધ, બારમાં સગીર પ્રવેશ પર રાજ્ય આબકારી વિભાગને આ રીતે મળશે એલર્ટ

રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા કૃષિ વિભાગ પરિણામલક્ષી પ્રયત્નો કરી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી હેઠળનો વિસ્તાર વધી રહ્યો છે, પરિણામે ગત વર્ષે ગુજરાતમાં રાસાયણિક ખાતરના ઉપયોગમાં ઘટાડો થયો છે. પરિણામે કેન્દ્ર સરકારની યોજના મુજબ ગુજરાતને ₹1,000 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ પણ મળશે. તેમણે આ રકમ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે વાપરવાની જાહેરાત કરી હતી. તેમણે હજુ વધુ ગંભીરતાથી પરિણામલક્ષી કામ કરવા અધિકારીઓ અને ખેડૂત આગેવાનોને અનુરોધ કર્યો હતો .

રાજભવનમાં યોજાયેલી રાજ્યની ઉચ્ચકક્ષાની આ સમીક્ષા બેઠકમાં કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ, રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુ, ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મનીષકુમાર બંસલ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ડી. એચ. શાહ સંયુક્ત સચિવ શ્રી પી. ડી. પલસાણા અને શ્રી આર. એમ. ડામોર, વરિષ્ઠ અધિકારીઓ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉ. સી. કે. ટીંબડીયા, રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, પ્રાકૃતિક કૃષિના રાજ્ય સંયોજક શ્રી પ્રફુલભાઈ સેંજલીયા અને આગેવાન ખેડૂતોએ ઉપસ્થિત રહીને પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે મહત્વના સૂચનો કર્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો :  Pakistan Stock Market vs Indian Stock Market: કંગાળ પાકિસ્તાનનો સેન્સેક્સ આટલો કેવી રીતે વધી રહ્યો છે? શેરબજારમાં ભારતની તુલનાએ આવી પાંચ ગણી તેજી.. જાણો વિગતે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More