News Continuous Bureau | Mumbai
Western Railway : પશ્ચિમ રેલવેએ તેના ઉપનગરીય રેલ નેટવર્ક પર બ્લોકની જાહેરાત કરી છે. આ જરૂરી જાળવણી કાર્ય રાતભર હાથ ધરવામાં આવશે, જે દિવસ દરમિયાન મુસાફરોને રાહત આપશે.
Western Railway : સાંતાક્રુઝ અને માહિમ જંક્શન સ્ટેશનો વચ્ચે નાઇટ બ્લોક
ટ્રેક, સિગ્નલિંગ અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે આજે શનિવાર/રવિવારની મધ્યરાત્રિએ સાંતાક્રુઝ અને માહિમ જંક્શન સ્ટેશનો વચ્ચે, ડાઉન સ્લો લાઇન પર 01.00 વાગ્યા થી 04.30 વાગ્યા સુધી એમ 3:30 કલાકનો જમ્બો બ્લોક રહેશે જ્યારે અપ સ્લો લાઇન પર 01.30 વાગ્યા થી 04.30 વાગ્યા સુધી 3 કલાકનો જમ્બો બ્લોક લેવામાં આવશે.
Western Railway : આ રીતે કરવામાં આવ્યો ફેરફાર
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, બ્લોક દરમિયાન તમામ ડાઉન સ્લો લાઇન ટ્રેનો મુંબઈ સેન્ટ્રલ (લોકલ) અને સાંતાક્રુઝ સ્ટેશનો વચ્ચે ડાઉન ફાસ્ટ લાઇન પર ચલાવવામાં આવશે. આ કારણે પ્લેટફોર્મની અપૂરતી લંબાઈને કારણે લોકલ ટ્રેનોને લોઅર પરેલ, માહિમ અને ખાર રોડ સ્ટેશનો પર ડબલ હોલ્ટ આપવામાં આવશે અને પ્લેટફોર્મની અનુપલબ્ધતાને કારણે આ ટ્રેનો મહાલક્ષ્મી, પ્રભાદેવી અને માટુંગા રોડ સ્ટેશનો પર રોકાશે નહીં.
આ સમાચાર પણ વાંચો : Mumbai Local Mega Block: આવતીકાલે રવિવારે સેન્ટ્રલ અને હાર્બર રેલવે પર મેગાબ્લોક, શેડ્યૂલ ચેક કરીને જ ઘરની બહાર નીકળો..
આ બ્લોકની વિગતવાર માહિતી સંબંધિત સ્ટેશન માસ્તરો પાસે ઉપલબ્ધ છે. મુસાફરોને ઉપરોક્ત બ્લોક વ્યવસ્થાને ધ્યાનમાં રાખવા વિનંતી છે.
શિનવારે નાઈટ બ્લોક હોવાથી આવતીકાલે રવિવાર, 21 જુલાઈ, 2024 ના રોજ પશ્ચિમ રેલ્વેના ઉપનગરીય વિભાગ પર કોઈ દિવસનો બ્લોક રહેશે નહીં.