News Continuous Bureau | Mumbai
Post Office Rakhi: રક્ષાબંધનનો તહેવાર 19મી ઓગસ્ટે ઉજવાશે અને ટપાલ વિભાગે ( India Post ) તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તર ગુજરાત ક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે,રાખડી મોકલવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા રંગબેરંગી ડિઝાઇનર રાખી એન્વલપ્સ ( Rakhi envelopes ) ઉપલબ્ધ છે. આ ખાસ રાખી એન્વલપ્સ ઉત્તર ગુજરાત ક્ષેત્રના અમદાવાદમાં અમદાવાદ જીપીઓ, નવરંગપુરા એચપીઓ અને રેવડી બજારની હેડ પોસ્ટ ઓફિસ તેમજ મુખ્ય પોસ્ટ ઓફિસ ( Postal Department ) અને અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની પસંદગીની સબ પોસ્ટ ઓફિસોમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે આ ડિઝાઇનર રાખી ( Rakhi ) એન્વલપ્સ 11 સેમી X 22 સેમીના કદના છે. એન્વલપ્સની કિંમત માત્ર ₹10 છે જે પોસ્ટેજ શુલ્ક સિવાય છે. રાખી એન્વલપ્સ ઈન્ડિયા પોસ્ટના લોગો અને રક્ષાબંધન ઈમેજ સાથે ડિઝાઈન કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે વિશિષ્ટ ડિઝાઇનને કારણે, તે અન્ય મેઇલમાંથી સૉર્ટ કરવામાં અને ‘રક્ષા બંધન’ ( Raksha Bandhan ) તહેવાર પહેલાં વિતરણ કરવામાં મદદ કરશે.
આ સમાચાર પણ વાંચો : Master Mathan: પ્રધાનમંત્રીએ પૂર્વ સાંસદ થિરુ માસ્ટર મથનના નિધન પર શોક વ્યક્ત કર્યો
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.