News Continuous Bureau | Mumbai
Narmada dam:
- નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને કારણે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો છે.
- ગુજરાત સરકારે આ વધારાના પાણીનો લાભ સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને આપવાનો નિર્ણય કર્યો છે.
- આયોજન મુજબ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓના કુલ 952 તળાવોને જુદીજુદી 13 પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણી પહોંચાડવામાં આવશે.
- આ માટે સૌની યોજના અંતર્ગત સ્થાપિત 4 પાઈપલાઈનોનો ઉપયોગ કરવામાં આવશે.
- હાલ આ પાઈપલાઈનો દ્વારા 1 હજાર 300 ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને આ જળાશયમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે
- આ પછી તે ક્રમશ: વધારીને 2400 ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને ઉત્તર ગુજરાતના આ તળાવોમાં આગામી દિવસોમાં પહોંચાડવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: ઇન્ટરનેશનલ યુથ દિવસ પર ઈમ્પેક્ટ વીથ યુથ કૉન્ક્લેવ દરમિયાન કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ યુવાનોને કર્યુ આ આહ્વાન…