PM-JANMAN: મહુવા તાલુકાના ૧૪ ગામોમાં આદિમ જૂથ માટે પીએમ જનમન કેમ્પ યોજાશે

PM-JANMAN (પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન) હેઠળ કેન્દ્રીય આદિજાતિ મંત્રાલય દ્વારા તા.૨૩ ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૪ સુધી PM-JANMAN ફેઝ-૨ ના પ્રચાર-પ્રસાર અને લોક જાગૃતિ તેમજ

by Akash Rajbhar
PM Janaman camp for primitive group will be held in 14 villages of Mahuwa taluka

News Continuous Bureau | Mumbai 

  • તા.૨૯ ઓગસ્ટ થી ૦૯ સપ્ટેમ્બર સુધી મહુવા તાલુકાના ગામોમાં આદિમ જુથના લાભાર્થીઓને યોજનાકીય સહાય અપાશે

PM-JANMAN (પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન) હેઠળ કેન્દ્રીય આદિજાતિ મંત્રાલય દ્વારા તા.૨૩ ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૪ સુધી PM-JANMAN ફેઝ-૨ ના પ્રચાર-પ્રસાર અને લોક જાગૃતિ તેમજ યોજનાકીય લાભો આપવા માટે ઝૂંબેશરૂપ કાર્યક્રમો યોજાશે, ત્યારે આ ઝુંબેશ અંતર્ગત સુરત જિલ્લાના આદિમજુથના કુટુંબોને પ્રાથમિક અને મૂળભુત સુવિધાઓ સહિત કલ્યાણકારી યોજનાઓ હેઠળ આવરી લેવા માટે મહુવા તાલુકાના ૧૪ ગામોમાં પીએમ જનમન કેમ્પ યોજાશે. જેમાં આદિમ જુથના લાભાર્થીઓ જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પી.એમ. ઉજ્જવલા યોજના, પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના, આયુષ્માન ભારત કાર્ડ, સુકન્યા સમૃદ્ધિ યોજના, પી.એમ.માતૃવંદના યોજના જેવી વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકશે.

આ સમાચાર પણ વાંચો: Shraddha kapoor: સ્ત્રી 2 ની સફળતા ની વચ્ચે બગડી શ્રદ્ધા કપૂર ની તબિયત, ડોક્ટર એ આપી અભિનેત્રી ને આવી સલાહ

મહુવા તાલુકામાં તા.૨૩થી ૨૭ ઓગસ્ટ સુધી પીએમ જનમન અંતર્ગત આવતી ૧૧ જેટલી યોજનાઓના લાભથી વંચિત લાભાર્થીઓનો સર્વે કરાશે, ત્યારબાદ તા.૨૮ ઓગસ્ટે એકત્રિત કરેલી અરજી, પુરાવાઓની ચકાસણી કરી વર્ગીકૃત કરવાની કામગીરી કરાશે.
તા.૨૯ થી ૩૧ ઓગસ્ટ સુધી કરચેલીયા, બારતાડ, ઝેરવાવરા ગામે કેમ્પ યોજાશે. તા. ૩૦ થી ૩૧ ઓગસ્ટ સુધી ભગવાનપુરા અને ગોપલા ગામે, તા.૦૨ થી ૦૩ સપ્ટેમ્બર રણતમાં, તા.૦૨ થી ૦૪ સપ્ટે.એ ઉમરા, વહેવલ, વલવાડા, તા.૦3 થી ૦૫ સપ્ટે.એ મહુવરિયા અને પુના, તા.૦૪ થી ૦૬ સપ્ટે.એ મિયાપુર જુથ, શેખપુર અને ઓંડચ ખાતે કેમ્પ યોજાશે. તા.૦૫ થી ૦૭ સપ્ટેમ્બર સાંબા, કાંકરીયા, કુમકોતર ગામે કેમ્પ યોજાશે. તા.૦૬, ૦૭ અને ૦૯ સપ્ટે.એ અનાવલ, તરકાણી, ગાંગડિયા, કાછલ, કાદિયા અને વાંસકુઇ ખાતે કેમ્પ યોજાશે.

આ સમાચાર પણ વાંચો: Mumbai Water Level: હાશ, મુંબઈને પાણી પૂરું પાડતા સાતેય જળાશયોમાં થઇ નવા નીરની આવક; કયા તળાવમાં કેટલું પાણી થયું? જાણો આંકડા..

PM JANMAN યોજના શું છે?

દેશ અને રાજ્યના આદિમ જૂથોના વિકાસ માટે “PM JANMAN -PVTG ડેવલપમેન્ટ મિશન” હેઠળ વડાપ્રધાનશ્રી દ્વારા તા.૧૫ ઓગસ્ટ-૨૦૨૩થી ‘પીએમ જનમન’ અભિયાન હેઠળ દેશમાં વસતા આદિમ જૂથના તમામ પરિવારોને સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરી વિકાસની મુખ્ય ધારામા લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. જેમાં પાકુ ઘર, રોડ કનેક્શન, આરોગ્ય કેન્દ્ર, છાત્રાલયો, વીજ અને નળ કનેકશન, આંગણવાડી, વનધન વિકાસ કેન્દ્ર, મલ્ટી પર્પઝ સેન્ટર, સોલાર સ્ટ્રીટ લાઈટ, મોબાઈલ ટાવર, કૌશલ્ય તાલીમ કેન્દ્રો બનાવવા એમ ૧૧ બાબતોનો સમાવેશ કર્યો છે. ઉપરાંત, આધારકાર્ડ, ગરીબ કલ્યાણ અન્ન, ઉજ્જવલા યોજના, આયુષ્માન કાર્ડ, કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડીટ કાર્ડ, PM-JANDHAN યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, માતૃ વંદના, સિકલસેલ મિશન અંતર્ગત લાભો આપવામાં આવી રહ્યા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

You may also like