News Continuous Bureau | Mumbai
Operation Bhediya : ઉત્તર પ્રદેશના બહરાઈચમાં માનવભક્ષી વરુઓએ 35થી વધુ ગામડાઓમાં આતંકનો માહોલ સર્જી દીધો છે. અહીં લોકો રાત્રે શાંતિથી સૂઈ શકતા નથી. પોતાના પરિવારના રક્ષણ માટે આખી રાત જાગતા રહે છે. વન વિભાગનું કહેવું છે કે મહસી તહસીલ વિસ્તારમાં છ વરુઓનું ઝુંડ છે, જે બાળકોને નિશાન બનાવી રહ્યું છે. વરુના હુમલામાં અત્યાર સુધીમાં 9 બાળકો સહિત 10 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. જેમાંથી વધુ એક માનવભક્ષી વરુ પકડાઈ ગયું છે એટલે કે અત્યાર સુધીમાં પાંચ વરુ પકડાઈ ચૂક્યા છે અને હવે વનવિભાગ છઠ્ઠા વરુને શોધવામાં વ્યસ્ત છે.
Operation Bhediya : જુઓ વીડિયો
पकड़ गया, आदमखोर भेड़िया पकड़ गया। बहराइच में जिसने आतंक मचा रखा था, वो भेड़िया धर दबोचा गया। पशु मानव संघर्ष जारी है…#Wolf #Bahraich pic.twitter.com/MbsD5yQX9m
— Shivam Bajpai (@JBreakingBajpai) September 10, 2024
Operation Bhediya : વન વિભાગે ટ્રેપ, પાંજરા અને ડ્રોન કેમેરા લગાવ્યા
વન વિભાગે સિસૈયા ચુનામણી હરબક્ષપુરવા ગામમાંથી માનવભક્ષકને પકડી પાડ્યો છે. વરુઓને પકડવા માટે વન વિભાગે ટ્રેપ, પાંજરા અને ડ્રોન કેમેરા લગાવ્યા હતા. અહીં પોલીસ અને વન વિભાગની ટીમો દિવસ-રાત પેટ્રોલિંગ કરી રહી છે જેથી વરુ બાળકોને શિકાર ન બનાવે.
Operation Bhediya : કેવી રીતે પકડાયું વરુ
બહરાઈચમાં આ માનવભક્ષી વરુઓને પકડવા માટે 5 ફોરેસ્ટ ડિવિઝન બહરાઈચ, કટાર્નિયાઘાટ વાઈલ્ડલાઈફ, શ્રાવસ્તી, ગોંડા અને બારાબંકીની લગભગ 25 ટીમો રોકાયેલા છે. જ્યારે બહરાઈચના ડીએફઓ આ વરુઓની કુલ સંખ્યા છ હોવાનું કહી રહ્યા છે, તો અસરગ્રસ્ત વિસ્તારના ગ્રામજનો તેમની સંખ્યા બે ડઝન હોવાનું કહી રહ્યા છે. વરુઓના કારણે આ ગામોમાં ભયનું એવું વાતાવરણ સર્જાયું છે કે લોકો આખી રાત જાગીને ગામડાઓની ચોકી કરી રહ્યા છે. તેમના બાળકો અને પરિવારને સુરક્ષિત રાખવા માટે, તેમને અંધારું થયા પછી ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Election 2024:મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા શરદ પવાર અને સપા અલગ? રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ…