News Continuous Bureau | Mumbai
Surat: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત–સુરતના સંયુક્ત ઉપક્રમે સુરતની નવી સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ અને આયુષ્માન આરોગ્ય મંદિર(પ્રાયમરી હેલ્થ સેન્ટર,કોસંબા) ખાતે Experiential Learning Program-ELP હેઠળ યુવાઓ માટે ૧૦ દિવસની ઇન્ટર્નશિપ યોજાઇ.
યુવાઓને વ્યવહારિક અનુભવ પ્રદાન કરવાના હેતુસર વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા તા.૩૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ લોન્ચ કરાયેલા “માય ભારત પોર્ટલ” ( My Bharat Portal ) અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. નેહરુ યુવા કેન્દ્ર સંગઠનના રાજ્ય નિર્દેશક દુષ્યંત ભટ્ટ તેમજ જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ તા.૧૭ સપ્ટેમ્બરથી શરૂ કરાયેલા કાર્યક્રમમાં સુરતના ૩૫ જેટલા યુવાઓ ૧૦ દિવસ માટે હોસ્પિટલમાં સ્વયંસેવક તરીકે સેવા આપશે. અને ઇન્ટર્નશીપ ( Internship ) પૂર્ણ થયે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય તરફથી તેઓને પ્રમાણપત્ર અર્પણ કરાશે.
આ કાર્યક્રમમાં હોસ્પિટલના ( Hospitals ) નિવાસી તબીબી અધિકારી, વરિષ્ઠ તબીબી અધિકારી, સર્વર ઇન્ચાર્જ, માહિતી નોંધણી અધિકારી અને આસિસ્ટન્ટ હોસ્પિટલ પ્રશાસનના સહયોગથી ઇન્ટર્નશિપમાં જોડાયેલા ૩૫ યુવાઓને હોસ્પિટલને લગતી સંપૂર્ણ માહિતી અને જાણકારી પૂરી પાડવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Global Cybersecurity Index 2024: વૈશ્વિક સાયબર સુરક્ષા સૂચકાંક 2024માં ભારતે ટાયર 1 દરજ્જો કર્યો હાંસલ, આ દેશોની હરોળમાં થયું સામેલ
આ પ્રસંગે નેહરુ યુવા કેન્દ્રના ( Nehru Yuva Kendra Surat ) રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકો જૈવિક રૈયાણી, ગૌરવ પડાયા, ઉજ્જવલ પરમાર, કમલ સોલંકી અને સંસ્કૃતિ હાજર રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.