News Continuous Bureau | Mumbai
Panchkula Bus Accident :હરિયાણાના ચકુલામાં બાળકોથી ભરેલી બસને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. પંચકુલામાં બાળકોથી ભરેલી સ્કૂલ બસ ખાડામાં પલટી ગઈ હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં 15 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. સ્થાનિક લોકો પાસેથી માહિતી મળતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
Panchkula Bus Accident જુઓ વિડીયો
A school bus carrying children from Nankana Sahib School in Khanna district met with an accident near Tikker Tal, Morni in Panchkula, on Saturday. As per initial reports, several students and the driver were injured and rushed to the General Hospital, Sector 6, Panchkula. As per… pic.twitter.com/5fnIXNrhBQ
— Akashdeep Thind (@thind_akashdeep) October 19, 2024
Panchkula Bus Accident બસ પર કાબૂ ગુમાવીદેતા અને વાહન ખાડામાં પલટી ગયું
આ અકસ્માત હરિયાણાના પંચકુલાના મોર્ની પાસે ટિક્કર તાલ રોડ પર થલ ગામ પાસે થયો હતો. પંજાબના માલેરકોટલા સ્થિત નનકાના સાહિબ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યો બસ દ્વારા પંચકુલાની મોર્ની હિલ્સની મુલાકાત લેવા જઈ રહ્યા હતા. ડ્રાઈવર બાળકોથી ભરેલી સ્કૂલ બસને સ્પીડમાં હંકારી રહ્યો હતો. આ દરમિયાન ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને વાહન ખાડામાં પલટી ગયું હતું.
આ સમાચાર પણ વાંચો : Hezbollah drone attacks: બેન્જામિન નેતન્યાહુ ફરી નિશાના પર, હિઝબુલ્લાહનું ડ્રોન PMના ઘરની ખૂબ નજીક પડ્યું; માંડ માંડ બચ્યા.. જુઓ વિડીયો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)