Ami je tomar 3.0: ભૂલ ભુલૈયા 3 નું ‘અમી જે તોમર 3.O’ ગીત થયું રિલીઝ, માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન ની જુગલબંધી એ જીત્યા ચાહકોના દિલ,જુઓ વિડીયો

Ami je tomar 3.0: ભૂલ ભુલૈયા 3 નું ગીત 'અમી જે તોમર 3.O' રિલીઝ થયું છે આ ગીત માં માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન નો જબરજસ્ત ડાન્સ જોવા મળી રહ્યો છે ચાહકો ને બંને ની જુગલબંધી ખુબ પસંદ આવી રહી છે.

by Zalak Parikh
ami je tomar 3 song release from bhool bhulaiyaa 3 feturing madhuri dixit and vidya balan

News Continuous Bureau | Mumbai

Ami je tomar 3.0: ભૂલ ભુલૈયા 3 ની લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. ભૂલ ભુલૈયા 3 એ ભૂલ ભુલૈયા નો ત્રીજો ભાગ છે આ ફિલ્મ નું ગીત અમી જે તોમર ખુબ લોકપ્રિય થયું હતું જેમાં વિદ્યા બાલન નો જબરજસ્ત ડાન્સ જોવા મળ્યો હતો. હવે ભૂલ ભુલૈયા 3 માં પણ આ ગીત ને સામેલ કરવામાં આવ્યું છે.પરંતુ આ ગીત માં એક નહિ બે બે મંજૂલિકા ડાન્સ કરતી જોવા મળી રહી છે. ભૂલ ભુલૈયા 3 નું ગીત ‘અમી જે તોમર 3.O’ રિલીઝ થયું છે આ ગીત માં માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન નો જબરજસ્ત ડાન્સ જોવા મળી રહ્યો છે ચાહકો ને બંને ની જુગલબંધી ખુબ પસંદ આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan and Abhishek bachchan: અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને મળી ને મુંબઈ ના આ વિસ્તાર માં ખરીદ્યા અધધ આટલા બધા ફ્લેટ, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

અમી જે તોમર 3.O’ ગીત થયું રિલીઝ 

વિદ્યા બાલને તેના ઇન્સ્ટાગ્રામ પર આ ગીત ને શેર કર્યું છે. આ ગીત માં માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન નો જબરજસ્ત ડાન્સ જોવા મળી રહ્યો છે. આ ગીત ને શ્રેયા ઘોષાલે તેને ગાયું છે, જ્યારે તેના ગીતો સમીરે લખ્યા છે. ગીતનું નવું વર્ઝન અમાલ મલિકે ગાયું છે. પ્રખ્યાત કોરિયોગ્રાફર ચિન્ની પ્રકાશે આ શાસ્ત્રીય નૃત્ય શૈલીઓનું અદ્ભુત મિશ્રણ બનાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Vidya Balan (@balanvidya)


અમી જે તોમર 3.O ગીત નું ફૂલ વર્ઝન તમને ફિલ્મ માં જ જોવા મળશે. આ ફિલ્મ માં કાર્તિક આર્યન રૂહ બાબા ની ભૂમિકામાં જોવા મળશે. તો તૃપ્તિ ડીમરી એ આ ફિલ્મ માં કાર્તિક આર્યન ની પ્રેમિકા ની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ માં એક નહી બે બે મંજૂલિકા વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત ના રૂપ માં જોવા મળશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More