News Continuous Bureau | Mumbai
Shirpur Motorcycle Seat Cobra: ધુળે-શિરપુર તાલુકાના હોલાનાથે ગામમાં મોટરસાયકલની સીટ નીચેથી કોબ્રા પ્રજાતિનો ઝેરી સાપ બહાર આવ્યો છે. અચાનક બનેલી ઘટનાથી ગ્રામજનો ગભરાઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ સર્પમિત્રે કોબ્રા સાપને બચાવી લીધો હતો.
🐍 શિરપુરમાં મોટરસાઇકલની સીટ નીચેથી મળી આવ્યો ઝેરી ‘કોબ્રા’, અચાનક બનેલી ઘટનાથી ગભરાઈ ગયા ગ્રામજનો.. જુઓ વિડિઓ🏍️😱#CobraAlert #BikeSurprise #SnakeUnderSeat #ShirpurNews #ViralNews #newscontinuous pic.twitter.com/gERkrrnJLE
— news continuous (@NewsContinuous) December 17, 2024
પલસુદના માંગીલાલ તારાસિંગ બરેલા પોતાની મોટર સાયકલને ( Motorcycle Seat Cobra ) હોલાનાથેના એક સંબંધીના સર્વિસ સ્ટેશને ધોવા માટે લાવ્યો હતો. સર્વિસિંગ દરમિયાન મોટરસાઇકલની સીટ ખોલતાની સાથે જ કોબ્રા સાપ ( Cobra Snake ) બહાર આવતાં સનસનાટી મચી ગઇ હતી. આખરે સર્પ મિત્ર મુખ્તાર ફકીરે ઝેરી કોબ્રા સાપને સીટ પરથી બહાર કાઢ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Pension Court Ahmedabad: અમદાવાદમાં પેન્શનરો માટે આ તારીખે યોજાશે પેન્શન અદાલત, પોસ્ટલ પેન્શનને લગતા પ્રશ્નોનું થશે નિરાકરણ..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.