Ayushman Bharat: ઓડિશામાં આયુષ્માન જન આરોગ્ય યોજના લાગુ, જેપી નડ્ડાની હાજરીમાં MOU પર હસ્તાક્ષર; PM મોદીએ આપ્યા અભિનંદન…

Ayushman Bharat: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે ભારત સરકારના રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને ઓડિશા સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વચ્ચે થયેલા એમઓયુ માટે ઓડિશાના લોકોને અભિનંદન આપ્યા

by Akash Rajbhar
Ayushman Jan Arogya Yojana implemented in Odisha, MOU signed in the presence of JP Nadda; PM Modi congratulated

Ayushman Bharat: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે ભારત સરકારના રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને ઓડિશા સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ વચ્ચે થયેલા એમઓયુ માટે ઓડિશાના લોકોને અભિનંદન આપ્યા છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે ખાસ કરીને ઓડિશાના નારી શક્તિ અને વૃદ્ધોને આ યોજના સસ્તા દરે ઉચ્ચતમ ગુણવત્તાવાળી આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરશે.

આ સમાચાર પણ વાંચો: Mahakumbh 2025 Amrit Snan: મકર સંક્રાંતિ પર આજે અખાડાઓનું પ્રથમ અમૃત સ્નાન, ડૂબકી માટે ત્રિવેણી સંગમના કિનારે શ્રદ્ધાળુઓનું પૂર ઉમટી પડ્યું

ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝી દ્વારા X પર લખેલી પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યુ:

“ઓડિશાના લોકોને અભિનંદન!

તે ખરેખર એક કરુણતા હતી કે ઓડિશાના મારા ભાઈઓ અને બહેનોને પાછલી સરકાર દ્વારા આયુષ્માન ભારતના લાભોથી વંચિત રાખવામાં આવ્યા હતા. આ યોજના સસ્તા દરે ઉચ્ચતમ ગુણવત્તાવાળી આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરશે. તે ખાસ કરીને ઓડિશાની નારી શક્તિ અને વૃદ્ધોને લાભ આપશે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More