News Continuous Bureau | Mumbai
Pav Bhaji Recipe : ઘણીવાર લોકો વીકેન્ડ માં કંઈક ખાસ બનાવવાનું વિચારે છે. પણ ક્યારેક સમજાતું નથી કે શું બનાવવું. આવી સ્થિતિમાં, આજે અમે તમને એક એવા સ્ટ્રીટ ફૂડની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ, જે બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ગમે છે. ઉપરાંત, તે સ્વાદમાં પણ અદ્ભુત છે. એટલું જ નહીં, તે બનાવવું પણ ખૂબ જ સરળ છે.
તમે વીકેન્ડમાં ઘરે પાવભાજી બનાવી શકો છો. પાવભાજી એ ભારતનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. તે મુંબઈથી આખા દેશમાં ફેમસ બન્યું છે. ગરમાગરમ પાવ અને મસાલેદાર ભાજી ખાવાનો એક અલગ જ આનંદ છે. જોકે, ઘરે પાવ ભાજી બનાવવી બિલકુલ મુશ્કેલ નથી. તો ચાલો જાણીએ તેને બનાવવાની સરળ રીત…
Pav Bhaji Recipe પાવભાજી બનાવવા માટેની સામગ્રી
- શાકભાજી (બટાકા, ગાજર, કોબીજ, વટાણા, શિમલા મરચાં)
- 1 ચમચી પાવ ભાજી મસાલો
- 1 ચમચી હળદર પાવડર
- 1 ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી ધાણા પાવડર
- 1 ચમચી ગરમ મસાલો
- 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
- 1 ડુંગળી (બારીક સમારેલી)
- 1 ટામેટા (બારીક સમારેલા)
- 1 ચમચી માખણ
- જરૂર મુજબ તેલ
- જરૂર મુજબ મીઠું
- લીલા ધાણા (સજાવટ માટે)
- લીંબુ – સ્વાદ મુજબ
આ સમાચાર પણ વાંચો : Tomato Soup Recipe : શિયાળામાં રેસ્ટોરન્ટ જેવો ટોમેટો સૂપ હવે ઘરે જ બનાવો, ઠંડીમાં હેલ્થ માટે છે સુપર હેલ્ધી; નોંધી લો આ રીત..
Pav Bhaji Recipe પાવભાજી બનાવવાની રીત
પાવભાજી બનાવવા માટે, સૌપ્રથમ બધી શાકભાજી ધોઈ લો અને તેના નાના ટુકડા કરી લો. આ પછી, કુકરમાં સમારેલા શાકભાજી, થોડું મીઠું અને પાણી ઉમેરો અને 2-3 સીટી વાગે ત્યાં સુધી બાફો. પછી એક પેનમાં માખણ અને તેલ ગરમ કરો. તેમાં સમારેલી ડુંગળી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. આ પછી તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરો અને થોડીવાર સાંતળો. હવે તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને ગરમ મસાલો ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
પછી સમારેલા ટામેટાં ઉમેરો અને ટામેટાં ને ચડવા દો. આ પછી, બાફેલા શાકભાજીને પેનમાં નાખો અને સારી રીતે મિક્સ કરો. હવે પાવ ભાજી મસાલો ઉમેરો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. પછી તેને એકવાર મિક્સ કરો.આ પછી, શાકભાજીને મેશર અથવા ચમચાની મદદથી મેશ કરો.પાવ ભાજીને લીલા ધાણા અને લીંબુનો રસ ઉમેરીને સજાવો. હવે તમારી ગરમા ગરમ પાવ ભાજી તૈયાર છે. જો તમે ઈચ્છો તો, તમે તેની સાથે અથાણું અથવા ડુંગળી પણ પીરસી શકો છો અને તેનો આનંદ માણી શકો છો.