Gujarat Water Conservation:જળ સંગ્રહ માટે ‘સુજલામ સુજલામ’ની અહમ ભૂમિકા, છેલ્લા બે વર્ષમાં જળ ક્ષેત્રે 33 હજારથી વધુ કામો પૂર્ણ

Gujarat Water Conservation: જળ સંગ્રહ માટે ‘સુજલામ સુજલામ’ની અહમ ભૂમિકા

by Akash Rajbhar
Important role of 'Sujalam Sujalam' for water conservation, more than 33 thousand works completed in the water sector in the last two years
  • રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં જળ ક્ષેત્રે ૩૩ હજારથી 
  • વધુ કામો પૂર્ણ ; ૩૨,૯૪૮ લાખ ધન ફૂટ પાણી સંગ્રહ શક્તિમાં વધારો
  • છેલ્લા બે વર્ષમાં ૯,૩૮૧ કિ.મી.માં નેહરોની સાફ સફાઈ, ૯,૪૮૦ તળાવોને ઊંડા, ૭,૭૭૫ ચેકડેમ ડીસીલ્ટીંગના કામો તેમજ ૧,૯૧૪ ચેકડેમ રિપેરિંગના કામો પૂર્ણ
  • આ અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૨૪માં કુલ ૭.૪૯ લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન
Gujarat Water Conservation: જળ સંચય અને જળ સિંચાઈ આજના સમયની જરૂરીયાત છે. જેને ધ્યાને રાખી રાજ્યમાં જળ સંગ્રહ માટે ‘સુજલામ સુજલામ’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનના ફલશ્રુતિરૂપે છેલ્લા બે વર્ષમાં જળ ક્ષેત્રે ૩૩ હજારથી વધુ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેના થકી પાણીદાર ગુજરાતનું નિર્માણ થયું છે.
‘ખેતી માટે પાણી’ અને ‘ઘર- ઘર સુધી શુદ્ધ પેયજળ’ પહોચાડવાના ઉમદા આશયથી તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૩માં ‘સુજલામ સુફલામ’ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના આજે અન્ય રાજ્યો માટે આદર્શ મોડલ બન્યું છે. વડાપ્રધાનશ્રીએ આપેલો ‘સુજલામ સુફલામ’નો વિચાર આજે વટવૃક્ષ બની ચૂક્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર આ અભિયાનને મહાઅભિયાન બનાવી ‘જળ એ જ જીવન’ની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહી છે. વર્ષ ૨૦૨૩માં ૨૩,૭૨૫ અને વર્ષ ૨૦૨૪માં ૯,૩૭૪ કામો એમ કુલ ૩૩,૦૯૯ કામો પૂર્ણ થયા છે.
ઉપરાંત વર્ષ ૨૦૨૩માં ૨૧,૪૨૫ લાખ ધન ફૂટ અને વર્ષ ૨૦૨૪માં ૧૧,૫૨૩ લાખ ધન ફૂટ એમ છેલ્લા બે વર્ષમાં કુલ ૩૨,૯૪૮ લાખ ધન ફૂટ પાણી સંગ્રહ શક્તિમાં વધારો થયો છે. જ્યારે વર્ષ ૨૦૨૩માં ૬,૭૬૫ કિ.મી. અને વર્ષ ૨૦૨૪માં ૨,૬૧૬ કિ.મી. એમ કુલ મળીને છેલ્લા બે વર્ષમાં ૯,૩૮૧ કિ.મી. નેહરો અને કાંસની સાફ સફાઈ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૩માં ૭,૫૦૪ અને વર્ષ ૨૦૨૪માં ૧,૯૭૬ એમ કુલ મળીને છેલ્લા બે વર્ષમાં ૯,૪૮૦ તળાવોને ઊંડા કરાયા છે.
સાથે જ, વર્ષ ૨૦૨૩માં ૫,૧૫૯ અને વર્ષ ૨૦૨૪માં ૨,૬૧૬ એમ કુલ મળીને છેલ્લા બે વર્ષમાં ૭,૭૭૫ ચેકડેમ ડિસીલ્ટીંગના કામો થયા છે. જ્યારે વર્ષ ૨૦૨૩માં ૧,૦૨૯ અને વર્ષ ૨૦૨૪માં ૮૮૫ એમ કુલ મળીને છેલ્લા બે વર્ષમાં ૧,૯૧૪ ચેકડેમ રિપેરિંગના કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે.
આ અભિયાન થકી રાજ્યમાં સુકા પડેલા વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સમસ્યા હલ થવાની સાથે સાથે વર્ષ ૨૦૨૪માં ૭.૪૯ લાખ માનવદિનની રોજગારી પણ ઉત્પન્ન થઇ છે તેમ, પાણી પૂરવઠા વિભાગની યાદીમાં જણાવાયું છે.
પ્રવેશ ભંસાલી         

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More