|
Beti Bachao Beti Padhao: આ વર્ષે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય બેટી બચાઓ, બેટી પઢાઓ (બીબીબીપી) યોજનાની 10 મી વર્ષગાંઠની ઉજવણી કરવા જઈ રહ્યું છે. જે ભારતમાં બાળકીઓની સુરક્ષા, શિક્ષિત અને સશક્તિકરણ માટેનાં અવિરત પ્રયત્નોનાં એક દાયકાને ચિહ્નિત કરે છે. આ સિમાચિહ્ન ભારતનાં વિકસિત ભારત 2047નાં વિઝન અને મહિલા વિકાસથી મહિલા-સંચાલિત વિકાસ તરફનાં વૈશ્વિક પરિવર્તન સાથે સુસંગત છે, જે ભારતની જી-20ની અધ્યક્ષતા દરમિયાન પ્રાથમિકતા આપવામાં આવી હતી અને હવે બ્રાઝિલના G20 પ્રેસિડેન્સી દ્વારા સ્વીકારવામાં આવ્યું છે.
આ ઉદ્ઘાટન સમારંભ આવતીકાલે (22 જાન્યુઆરી, 2025) વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે યોજાશે. જેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રી શ્રી જે પી નડ્ડા તેમજ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી અને રાજ્ય મંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુર ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં સશસ્ત્ર દળો, અર્ધસૈનિક દળો અને દિલ્હી પોલીસની મહિલા અધિકારીઓની ભાગીદારી જોવા મળશે. આ ઉપરાંત, વિજ્ઞાન ભવનમાં યોજાનારા આ કાર્યક્રમમાં નાયબ સચિવ અને કેન્દ્રીય મંત્રાલયોનાં ઉચ્ચ સ્તરનાં મહિલા અધિકારીઓ જોડાશે. આ ઉપરાંત વિદ્યાર્થિનીઓ (My Bharat સ્વયંસેવકો), આંગણવાડી નિરીક્ષકો/કાર્યકરો તથા રાજ્ય અને જિલ્લાનાં પ્રતિનિધિઓને પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Foreign currency : સોના બાદ હવે વિદેશી ચલણની દાણચોરી, મુસાફર આ રીતે છુપાવીને લાવ્યો 1.35 કરોડ રૂપિયા; કસ્ટમ વિભાગ પણ રહી ગયું દંગ
Beti Bachao Beti Padhao: આ કાર્યક્રમમાં યુનિસેફ, યુએન વુમન, યુએનડીપી, યુએનએફપીએ, વર્લ્ડ બેંક અને જર્મન એજન્સી ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન (GIZ) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનાં પ્રતિનિધિઓ પણ ભાગ લેશે.
10મી વર્ષગાંઠની ઉજવણી તારીખ 22 જાન્યુઆરી, 2025થી 8 માર્ચ, 2025 સુધી ચાલશે, જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સમાપ્ત થશે. નવી દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં આયોજિત ઉદ્ઘાટન સમારંભમાં શપથ ગ્રહણ સમારંભ અને શ્રેષ્ઠ પદ્ધતિઓનો સંગ્રહ શરૂ કરવાનો કાર્યક્રમ સામેલ હશે. આ કાર્યક્રમમાં મિશન વાત્સલ્ય અને મિશન શક્તિ પોર્ટલની શરૂઆત પણ કરવામાં આવશે.
રાજ્ય અને જિલ્લા સ્તરે આ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, તેમજ 22 જાન્યુઆરી, 26 જાન્યુઆરી અને 8 માર્ચનાં રોજ વિશેષ કાર્યક્રમો યોજાશે. પ્રવૃત્તિઓમાં રેલીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સન્માન સમારંભો અને સંકલ્પ, મહિલા સશક્તિકરણ માટે કેન્દ્ર, શાળાની છાત્રાઓ, સફળ મહિલાઓ અને સામુદાયિક જૂથો સહિત વિવિધ હિતધારકોને જોડવામાં આવશે.
સમગ્ર ઉજવણી દરમિયાન પ્રિન્ટ, ડિજિટલ અને સોશિયલ મીડિયા મારફતે રાષ્ટ્રવ્યાપી અભિયાનો આ યોજનાનાં સંદેશને વિસ્તૃત કરશે. સાતત્યપૂર્ણ પદ્ધતિઓ સાથે જોડાણમાં, વૃક્ષારોપણ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તારીખ 22 જાન્યુઆરી, 2015નાં રોજ હરિયાણાનાં પાણીપતમાં બેટી બચાઓ, બેટી પઢાઓની શરૂઆત કરી હતી, જેનો ઉદ્દેશ ભારતમાં લિંગ અસંતુલન અને ઘટી રહેલા બાળ લિંગ પ્રમાણ (CSR)ની મહત્ત્વપૂર્ણ સમસ્યાનું સમાધાન કરવાનો હતો. બેટી બચાઓ, બેટી પઢાઓ લિંગ અસંતુલન અને બાળ લિંગગુણોત્તરમાં ઘટાડાનાં ચિંતાજનક પ્રવાહોનાં પ્રતિભાવમાં ઉભરી આવ્યા હતા, જે એક નીતિગત પહેલમાંથી રાષ્ટ્રીય આંદોલનમાં બદલાયો છે. બેટી બચાઓ, બેટી પઢાઓ યોજનાએ લિંગ ભેદભાવને દૂર કરવા અને બાળકીઓનાં મહત્વને સમજવા તથા તેમના અધિકારો અને તકોને સુનિશ્ચિત કરવાની દિશામાં સાંસ્કૃતિક બદલાવને પ્રોત્સાહન આપવા માટે સરકારી એજન્સીઓ, નાગરિક સમાજ, મીડિયા અને જાહેર જનતાને સંગઠિત કર્યા છે.
આ સમાચાર પણ વાંચો : Gold Smuggling Video : સોનાની દાણચોરી માટે મુસાફરે અજમાવી ગજબની યુક્તિ; કોઈ સપનામાં પણ ન વિચારી શકે એવી રીતે લવાયું! જુઓ વિડીયો
Beti Bachao Beti Padhao: મુખ્ય સિદ્ધિઓમાં નેશનલ સેક્સ રેશિયો એટ બર્થ (SRB)માં 2014-15માં 918થી સુધરીને 2023-24માં 930, સેકન્ડરી લેવલે છોકરીઓનાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોમાં 2014-15માં 75.51 ટકાથી વધીને 2023-24માં 78 ટકા, ઇન્સ્ટિટ્યૂશનલ ડિલિવરીમાં 61 ટકાથી વધીને 97.3 ટકા અને ફર્સ્ટ-ટ્રાઇમેસ્ટર એન્ટેનાટલ કેર રજિસ્ટ્રેશનમાં નોંધપાત્ર સુધારો સામેલ છે.
વર્ષોથી બીબીબીપીએ મહિલા સશક્તિકરણને પ્રદર્શિત કરનાર યશસ્વિની બાઇક અભિયાન, કન્યા શિક્ષા પ્રવેશ ઉત્સવ, જે અંતર્ગત સ્કૂલ ન જનારી 100,000 થી વધુ કન્યાઓને ફરીથી પ્રવેશ આપ્યો હતો; અને ડોરી ટીવી શોનાં સાથ સહયોગથી બાળકીઓને ન ત્યજવા વિશે જાગૃતિ વધારવા જેવી પ્રભાવશાળી પહેલ કરવામાં આવી છે. અન્ય નોંધપાત્ર કાર્યક્રમોમાં નેશનલ કોન્ફરન્સ ઓન સ્કિલિંગ: બેટીઓ બને કુશળ, સામેલ છે જેમાં કર્મચારીઓની ભાગીદારી પર ભાર મૂકવામાં આવ્યો છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ભાગીદાર મંત્રાલયો સાથે જોડાણમાં લિંગ સમાનતાને આગળ વધારવાની અને બાળકીઓને સશક્ત બનાવવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. બીબીબીપીની આ 10 વર્ષની સફર ભારતની ‘વિકસિત ભારત’નાં નિર્માણ માટે કટિબદ્ધતા પર ભાર મૂકે છે, જ્યાં મહિલાઓ માત્ર લાભાર્થી જ નહીં, પરંતુ પરિવર્તનનાં સક્રિય અગ્રણીઓ છે, જે તમામ કન્યાઓ માટે ઉજ્જવળ, વધારે સર્વસમાવેશક ભવિષ્યને આકાર આપે છે, જેથી બીબીબીપી યોજના સમગ્ર દેશમાં સકારાત્મક પરિવર્તનને પ્રેરિત કરવાનું યથાવત રાખે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.