Hera pheri 3: હેરા ફેરી 3 ની થઇ જાહેરાત, મોટા પડદા પર વાપસી કરી રહ્યા છે રાજુ, શ્યામ અને બાબુ ભૈયા

Hera pheri 3: હેરા ફેરી ના બે ભાગ રિલીઝ થઇ ગયા છે. આ ફિલ્મ માં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલે લોકો નું ખુબ મનોરંજન કર્યું હતું હવે પ્રિયદર્શન હેરા ફેરી 3 લઈને આવી રહ્યા છે.

by Zalak Parikh
hera pheri 3 announced on priyadarshan birthday

News Continuous Bureau | Mumbai

Hera pheri 3:  હેરા ફેરી ના બે ભાગ રિલીઝ થઇ ગયા છે. આ ફિલ્મ માં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલે લોકો નું ખુબ મનોરંજન કર્યું હતું.હેરા ફેરી ના નિર્દેશન પ્રિયદર્શને ગઈકાલે તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો. અક્ષય કુમારે તેમને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી હતી હવે પ્રિયદર્શને તેમના 68મા જન્મદિવસ પર શ્રેષ્ઠ રીટર્ન ગિફ્ટ આપી છે. આ ખાસ પ્રસંગે, દિગ્દર્શકે અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી અભિનીત બહુપ્રતિક્ષિત ફિલ્મ હેરાફેરી 3 નું દિગ્દર્શન કરવાની પુષ્ટિ કરી છે. 

આ સમાચાર પણ વાંચો: Viral Girl Monalisa : મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા પોતાના ઘરે પાછી ફરી, ઘરે પહોંચવા માટે લીધી 30 હજારની લોન, ફિલ્મની ઓફરો વિશે કરી આ વાત…

હેરા ફેરી 3 ની થઇ જાહેરાત 

અક્ષય કુમારે પ્રિયદર્શન ને તેમના જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી હતી ‘હેપ્પી બર્થડે, પ્રિયન સર.’ ભૂતોથી ઘેરાયેલા ભૂતિયા સેટ પર દિવસ વિતાવવા કરતાં ઉજવણી કરવાનો વધુ સારો રસ્તો કયો હોઈ શકે… વાસ્તવિક અને ચૂકવણી ન કરાયેલ વધારાના? માર્ગદર્શક બનવા બદલ અને અરાજકતાને માસ્ટરપીસ જેવો દેખાડનાર એકમાત્ર વ્યક્તિ બનવા બદલ આભાર. તમારો દિવસ ઓછા રીટેકથી ભરેલો રહે. તમને આવનારું વર્ષ ખૂબ જ સુંદર રહે તેવી શુભેચ્છા.’


અક્ષય કુમાર ની શુભેચ્છા ના જવાબ માં પ્રિયદર્શને એક મોટી જાહેરાત કરતા કહ્યું, ‘અક્ષય કુમાર, તમારી શુભેચ્છાઓ બદલ ખૂબ ખૂબ આભાર… હું તમને રીટર્ન ગિફ્ટ આપવા માંગુ છું.’ હું હેરાફેરી 3 કરવા માટે તૈયાર છું, શું તમે તૈયાર છો અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ?’ અન્ય સ્ટાર્સે પણ આ અંગે ખુશી વ્યક્ત કરી. હવે આ સમાચારથી ચાહકો ખૂબ ખુશ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More