Safety Conference: ભરૂચમાં યોજાશે રાજ્ય કક્ષાની સેફ્ટી કોન્ફરન્સ, આટલા શ્રમસુરક્ષા અધિકારીઓ સાથે કરશે ઉદ્યોગપતિઓ સંવાદ

Safety Conference: શ્રમસુરક્ષા, આરોગ્ય અને પર્યાવરણીય સંરક્ષણના હેતુ સાથે ભરૂચમાં તા.૧૬મીએ રાજ્ય કક્ષાની સેફ્ટી કોન્ફરન્સ યોજાશે

by khushali ladva
Safety Conference State-level safety conference to be held in Bharuch, industrialists will interact with so many labor safety officers

News Continuous Bureau | Mumbai

  • સેફટી કોન્ફરન્સમાં ૧૨૦૦ જેટલા શ્રમ સુરક્ષા અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ વચ્ચે થશે સુરક્ષા સંવાદ
  • વર્ષ ૨૦૧૯ પછી રાજ્યકક્ષાની પહેલી સેફ્ટી કોન્ફરન્સનું આયોજન: સુરક્ષા અને સ્થિર વિકાસ માટે રાજ્યના ઉદ્યોગો- અધિકારી-કર્મચારીઓ-શ્રમિકોમાં જાગૃતિ વધારવાનો ઉદ્દેશ

Safety Conference:  ગ્લોબલ HSE કાઉન્સિલ દ્વારા આગામી તા.૧૬મી ફેબ્રુ.ના રોજ BAPS મંદિર, ભરૂચ ખાતે રાજ્ય કક્ષાની સેફટી કોન્ફરન્સ યોજાશે. જેમાં સમગ્ર રાજ્યમાંથી ૧૨૦૦ જેટલા શ્રમ સુરક્ષા અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ ભાગ લેશે અને રાજ્યના ઉદ્યોગોમાં સુરક્ષાને વધુ અસરકારક અને અચૂક બનાવવાના ઉપાયો, પગલાઓ અંગે સંવાદ સહ વિચાર વિમર્શ કરશે.
ગુજરાતમાં શ્રમસુરક્ષા અને પર્યાવરણીય જોખમોને ઘટાડવા માટે ગ્લોબલ HSE કાઉન્સિલ લાંબા સમયથી મહત્વપૂર્ણ પહેલો કરી રહી છે. જે હેલ્થ, સેફ્ટી અને એન્વાયરમેન્ટ (HSE) ક્ષેત્રે કાર્યરત છે, અને જાગૃતિ તેમજ સુધારાના ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમો અને અભિયાનોનું આયોજન કરે છે, જેની એક અગત્યની કડી આ એકદિવસીય સેફટી કોન્ફરન્સ બની રહેશે. ગ્લોબલ HSE કાઉન્સિલના નેજા હેઠળ આ પરિષદ સંસ્થાકીય ઈન્સ્ટિટ્યુશનલ પ્લેટફોર્મમાં પરિવર્તન લાવશે, જેના દ્વારા શ્રમસુરક્ષા અને પર્યાવરણીય મુદ્દાઓ પર સમજૂતી અને સહયોગ વધશે.

આ સમાચાર પણ વાંચો:  Mass Drug Distribution: નાબૂદ થશે હવે ફાઈલેરિયા રોગ, ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતીમાં ADF કાર્યક્રમની શરૂઆત

Safety Conference: નોંધનીય છે કે, અગાઉ રાજ્યમાં સુરક્ષા પરિષદો, પરિસંવાદો અને કાર્યશાળાઓ નિયમિત યોજાતી હતી. પરંતુ કોરોના કાળના કારણે આયોજન થવાનું શક્ય બન્યું ન હતું. ૨૦૧૯ પછી પહેલીવાર રાજ્ય કક્ષાની સુરક્ષા પરિષદ ભરૂચના આંગણે યોજાવા જઈ રહી છે, ત્યારે “TOGETHER WE LEAD THE CHANGE FOR A SAFER AND SUSTAINABLE TOMORROW – આવો સાથે મળીને સલામત અને ટકાઉ આવતીકાલ માટે જરૂરી પરિવર્તનોને આગળ ધપાવીએ” થીમ પર આયોજિત આ કોન્ફરન્સમાં સમગ્ર ગુજરાતમાંથી શ્રમસુરક્ષા અધિકારીઓ, ઉદ્યોગ પ્રતિનિધિઓ અને અન્ય ઉદ્યોગપતિઓ જોડાશે અને વિવિધ સત્રોમાં સંવાદ દ્વારા સુરક્ષા અને સ્થિર વિકાસ માટે રાજ્યના ઉદ્યોગોને મહત્વપૂર્ણ દિશા પ્રદાન કરશે. સાથે સમગ્ર ઉદ્યોગ જગતમાં નવા વિચારો અને ઉકેલો માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે. ઉદ્યોગોમાં સલામતી સુધારણા અને દુર્ઘટનાઓ નિવારણ માટે અહીં મહત્વપૂર્ણ માર્ગદર્શન મળશે

Safety Conference: ગ્લોબલ HSE કાઉન્સિલ અને તેનું કાર્યક્ષેત્ર

ગ્લોબલ HSE કાઉન્સિલ સંસ્થા ઉદ્યોગોમાં શ્રમસુરક્ષા અને પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે. આ સંસ્થા વિવિધ તાલીમ કાર્યક્રમો, સેમિનાર અને વર્કશોપનું આયોજન કરે છે, જેનો આશય ઉદ્યોગો અને કર્મચારીઓમાં શ્રમસુરક્ષા અને પર્યાવરણીય મુદ્દાઓને પ્રાથમિકતા આપવાનો અભિગમ કેળવવાનો છે. કાઉન્સિલ ઉદ્યોગોને કાનૂની અને ટેકનિકલ માર્ગદર્શન પૂરુ પાડશે, જે શ્રમસુરક્ષા સુધારવા માટે ઉપયોગી સાબિત થશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More