News Continuous Bureau | Mumbai
- “જે કહેવું તે કરવું”નું વધુ એક દ્રષ્ટાંત પૂરું પાડતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- રાજ્યના આ વર્ષના બજેટમાં જાહેરાત થયાના ગણતરીના દિવસોમાં જ ગુજરાત વહીવટી સુધારણા પંચ કાર્યરત કરવાની મંજૂરી આપી
- વહીવટી સુધારણાના વિવિધ પાસાંઓ અંગે પંચ બે વર્ષ સુધીમાં અભ્યાસ પૂર્ણ કરી સમયાંતરે પોતાની ભલામણો સરકારમાં રજૂ કરશે
- મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સલાહકાર શ્રી ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં મુખ્ય સચિવશ્રી સહિત પાંચ વરિષ્ઠ સચિવોની પંચના સભ્ય તરીકે નિયુક્તિ
- વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગના અગ્ર સચિવ સભ્ય સચિવ રહેશે
- સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ સ્પીપા ખાતે પંચની મુખ્ય કચેરી કાર્યરત થશે
- વહીવટી સુધારણા પંચ આ બાબતો ઉપર વિચારણા કરીને ભલામણો કરશે
* એડમિનિસ્ટ્રેટિવ એન્ડ ગવર્નન્સ સ્ટ્રક્ચર
* રેશનલાઈઝેશન ઓફ મેનપાવર એન્ડ હ્યુમન રિસોર્સિસ
* ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ એન્ડ રિસોર્સ ઓપ્ટિમાઇઝેશન
* ડીસેન્ટ્રલાઈઝેશન એન્ડ લોકલ ગવર્નન્સ
* ટેકનોલોજી એન્ડ ઇનોવેશન્સ
* મોનિટરિંગ એન્ડ ઈવેલ્યુએશન સ્ટ્રક્ચર
Gujarat Govt : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસાવેલી “જે કહેવું તે કરવું”ની કાર્ય સંસ્કૃતિનું વધુ એક દ્રષ્ટાંત ચરિતાર્થ કર્યું છે.
આ વર્ષે ૨૦૨૫-૨૬ના બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્યમાં વહીવટી સુધારણા પંચની રચના કરાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બજેટ જાહેરાતનો બજેટ રજૂ થયાના ગણતરીના દિવસોમાં જ અમલ કરવાનું ઉદાહરણ ગુજરાત વહીવટી સુધારણા પંચ કાર્યરત કરવાની મંજૂરીથી ઉજાગર કર્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપમાં વિકસિત ભારત @૨૦૪૭ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત@૨૦૪૭ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. આ સંજોગોમાં ગુજરાત સરકારના કેટલાક વિભાગોની કામગીરી ખૂબ જ પ્રમાણમાં વધી રહી છે તે જોતા રાજ્યના વહીવટી માળખામાં તેમજ કાર્યપદ્ધતિઓમાં અને પ્રક્રિયામાં જરૂરી ફેરફાર કરવા માટે વિચારણા કરવાના એડમીનીસ્ટ્રેટીવ રિફોર્મ્સના અભિગમથી આ પંચ કાર્યરત કરવામાં આવ્યુ છે. ગુજરાતે આ લક્ષ્યને હાંસલ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લીવિંગ વેલ અને અર્નિગ વેલના આધારે વિકસિત ગુજરાત @2047નો રોડ મેપ ઘડ્યો છે. આ રોડમેપના આધારે વિકસિત ગુજરાતનો ધ્યેય પ્રાપ્ત કરવા ગુજરાતમાં વહીવટી તંત્રની કાર્યક્ષમતા, અસરકારકતા અને પ્રતિભાવશીલતા વધારવામાં ગુજરાત વહિવટી સુધારણા પંચ પાયાની ભૂમિકા નિભાવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રાજ્યના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિઓમાં જરૂરી ફેરફારો કરવા માટે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સલાહકાર શ્રી હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરી છે.
આ સમાચાર પણ વાંચો: Train Cancel Updates : રેલ યાત્રીઓને થશે હેરાનગતિ, અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેનની ચાર ટ્રીપ રહેશે રદ; જાણો કારણ..
તેમાં અન્ય સભ્ય તરીકે મુખ્ય સચિવશ્રી, અધિક મુખ્ય સચિવશ્રી/અગ્ર સચિવશ્રી/સચિવશ્રી(કર્મચારીગણ પ્રભાગ) GAD, અધિક મુખ્ય સચિવશ્રી/અગ્ર સચિવશ્રી/સચિવશ્રી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, અધિક મુખ્ય સચિવશ્રી/અગ્ર સચિવશ્રી/સચિવશ્રી નાણાં વિભાગ તથા સભ્ય સચિવ તરીકે અધિક મુખ્ય સચિવશ્રી/અગ્ર સચિવશ્રી/સચિવશ્રી (વહીવટી સુધારણા, તાલિમ પ્રભાગ અને એન.આર.આઈ.)ની નિયુક્તી કરવામાં આવી છે.
આ ગુજરાત વહીવટી સુધારણા પંચનું મુખ્ય કાર્યાલય સેન્ટર ફોર ગુડગવર્નન્સ સ્પીપા રહેશે. એટલું જ નહીં, આ વહીવટી સુધારણા પંચ બે વર્ષ સુધીમાં અભ્યાસ પૂર્ણ કરી પોતાની ભલામણો સમયાંતરે રાજ્ય સરકારને રજૂ કરશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ગુજરાત વહીવટી સુધારણા પંચની વિધિવત રચનાને મંજૂરી આપવા માટે તેના ટર્મ્સ ઓફ રેફરન્સ પણ નિયત કર્યા છે.
તદ્દ અનુસાર વિવિધ છ જેટલી બાબતોમાં આ પંચ કાર્ય કરવા સાથે રાજ્ય સરકારનું જરૂરી માર્ગદર્શન પણ કરશે તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.
* એડમિનિસ્ટ્રેટિવ એન્ડ ગવર્નન્સ સ્ટ્રક્ચર:
• રાજ્ય સરકાર અને તેના વિભાગોના સંગઠનાત્મક માળખાની સમીક્ષા, ઓવરલેપિંગ કાર્યો, ક્ષમતાઓને ઓળખવી.
• શ્રેષ્ઠ કામગીરી માટે સરકારી વિભાગો અને એજન્સીઓના પુર્નગઠન માટેની ભલામણ,
• આંતર-વિભાગીય સંકલન અને નિર્ણય લેવાની પ્રક્રિયાઓને મજબૂત બનાવવા માટે પગલાં સૂચવવા.
• જિલ્લા અને તાલુકા વહીવટની ભૂમિકાની તપાસ કરવી અને તેમને વધુ પ્રતિભાવશીલ અને કાર્યક્ષમ બનાવવા માટે સુધારા પ્રસ્તાવિત કરવાનો આવરી લેવાશે.
* રેશનલાઈઝેશન ઓફ મેનપાવર એન્ડ હ્યુમન રિસોર્સિસ:
• બધા સરકારી વિભાગો અને સંસ્થાઓમાં સંવર્ગોના સ્તર, કૌશલ્યની જરૂરિયાત અને કાર્યભાર વિતરણનું મૂલ્યાંકન કરવા માટે એક વ્યાપક માનવશક્તિ અંગે સમીક્ષા,
• કાર્યક્ષમતા અને કૌશલ્ય સ્તર વધારવા માટે સરકારી કર્મચારીઓની સમયાંતરે તાલીમ અને ક્ષમતા નિર્માણ માટે એક કાર્યપ્રણાલી,
• જાહેર સેવાઓમાં જવાબદારી અને યોગ્યતા સુનિશ્ચિત કરવા માટે કામગીરી મૂલ્યાંકન, બઢતી અને પ્રોત્સાહનો માટે માર્ગદર્શિકા વિકસાવવી જેવી બાબતોનો સમાવેશ છે.
* ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ એન્ડ રિસોર્સ ઓપ્ટિમાઇઝેશન:
• બજેટ પ્રક્રિયાની સમીક્ષા કરવી અને તેને વધુ પરિણામલક્ષી અને પારદર્શક બનાવવા માટે સુધારાઓ સૂચવવા, ઉત્તમ રીતે સંસાધનની ફાળવણી સૂચવવી અને બગાડ ખર્ચ ઘટાડવા માટે પગલાંની ભલામણ,
• રાજ્યમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) ની કાર્યક્ષમતા અને જવાબદારી સુધારવા માટે સુધારા સૂચવવો નવીન નાણાકીય પદ્ધતિઓ દ્વારા વધારાના સંસાધનો એકત્રિત કરવા માટે વ્યૂહરચના વિકસાવવી વગેરેને આવરી લેવાશે.
* ડીસેન્ટ્રલાઈઝેશન એન્ડ લોકલ ગવર્નન્સ:
• પંચાયતી રાજ સંસ્થાઓ અને શહેરી સ્થાનિક સંસ્થાઓની કામગીરીની સમીક્ષા કરવી અને તેમને મજબૂત બનાવવા માટે પગલાંની ભલામણ,
• શાસનને વધુ વિકેન્દ્રિત અને પ્રતિભાવશીલ બનાવવા માટે સ્થાનિક સંસ્થાઓને સત્તાઓ, કાર્યો અને નાણાંકીય સંસાધનોના પ્રદાન માટેના યોગ્ય સૂચનો કરવા,
• ક્ષમતા નિર્માણ અને પાયાના સ્તરે જવાબદારી સુધારવા માટે પદ્ધતિઓની ભલામણ કરશે.
* ટેકનોલોજી એન્ડ ઇનોવેશન્સ:
• વધુ સારા શાસન માટે ઉભરતી ટેક્નોલોજી એવા AI, બ્લોકચેઇન, Big Dataનો અને ડેટા-આધારિત નિર્ણય લેવા અને સેવા વિતરણમાં ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે સુધારા પ્રસ્તાવિત કરવામાં આવશે.
* મોનિટરિંગ એન્ડ ઈવેલ્યુએશન સ્ટ્રક્ચર:
• ભલામણ કરાયેલ સુધારાઓના અમલીકરણનું મોનિટરિંગ અને ઈવેલ્યુએશન માટે પદ્ધતિઓ વિકસાવવી અને પ્રગતિની નિરંતર સમીક્ષા માટે કામગીરીના માપદંડો અને જવાબદારી સંબંધિત પદ્ધતિઓ પણ પંચ સૂચવશે.
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, આ ગુજરાત વહીવટી સુધારણા પંચ જરૂરિયાત મુજબ અન્ય વિષય નિષ્ણાંતોની સેવાઓ લેવા સાથે ખાસ વિષયની કામગીરી માટે તેના વિષય નિષ્ણાંતોની પેટા સમિતિની પણ નિમણૂક કરી શકશે.
આ સમાચાર પણ વાંચો: Hyperloop Travel : નવી પેઢીનું પરિવહન… IIT મદ્રાસ ખાતે ટેસ્ટ ટ્રેક લોન્ચ; હાઇપરલૂપ ટેક્નોલોજી ભારતની મુસાફરીમાં પરિવર્તન લાવવા તૈયાર…
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.