Western Railway : મુસાફરોની સુવિધામાં વધારો, આ તારીખથી પશ્ચિમ રેલ્વે દોડાવશે ભુજ અને રાજકોટ વચ્ચે સ્પેશિયલ ટ્રેન.. ચેક કરો શેડ્યુલ..

Western Railway : મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે ભુજ અને રાજકોટ વચ્ચે સ્પેશલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.

by kalpana Verat
Western Railway will run a special train between Bhuj and Rajkot from March 21

News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ભુજ અને રાજકોટ વચ્ચે  સ્પેશલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-

ટ્રેન નંબર 09446/09445 ભુજ-રાજકોટ-ભુજ દૈનિક સ્પેશલ

ટ્રેન નંબર 09446 ભુજ-રાજકોટ સ્પેશિયલ 21 માર્ચ 2025 થી 30 જૂન 2025 સુધી ભુજથી દરરોજ સવારે 06.50 કલાકે ઉપડશે અને બપોરે 13.35 કલાકે રાજકોટ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09445 રાજકોટ-ભુજ સ્પેશિયલ 21 માર્ચ 2025 થી 30 જૂન 2025 સુધી રાજકોટથી દરરોજ બપોરે 14.30 કલાકે ઉપડશે અને 21.40 કલાકે ભુજ પહોંચશે.

માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં ગાંધીધામ, ભચાઉ, સામાખ્યાલી, માળિયા-મિયાણા, દહિંસરા અને મોરબી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેરકાર, સેકન્ડ ક્લાસ સીટિંગ અને જનરલ ક્લાસ ના કોચ હશે.

આ સમાચાર પણ વાંચો:  Western Railway : મુસાફરોને થશે હેરાનગતિ.. સાબરમતી-દૌલતપુર ચૌક અને ગાંધીનગર કેપિટલ-જમ્મુતવી એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર; જાણો કારણ

ટ્રેન નંબર 09446/09445 ની બુકિંગ 20 માર્ચ 2025 થી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More