Madhavpur fair: માધવપુરનો મેળો એટલે પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા, સંસ્કૃતિ અને વારસાનો અનોખો સંગમ, જુઓ મનમોહક તસવીરો

Madhavpur fair is a unique confluence of art, culture and heritage of East and West India

News Continuous Bureau | Mumbai

Madhavpur fair: પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે તા.૬ થી ૧૦ એપ્રિલ સુધી માધવપુરનો ભાતીગળ મેળો યોજાશે, જેમાં સાંસ્કૃતિક વિરાસતો અને ધરોહરોને જોવા, જાણવા અને માણવાની તક મળશે, ત્યારે સુરતવાસીઓ પણ રાજ્યની આગવી સાંસ્કૃતિક પરંપરાથી અવગત થાય એ માટે સુરતના ઈન્ડોર સ્ટેડિયમ-અઠવાલાઈન્સ ખાતે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પૂર્વોત્તર રાજ્યોના ૨૦૦ તથા ગુજરાતના ૨૦૦ કલાકારોએ એક એકથી ચડિયાતી રંગારંગ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી.

  આ સમાચાર પણ વાંચો: Drug-free India : સુરતમાં નશામુકત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનુની માર્ગદર્શન શિબિર યોજાઈઃ

    .

 એક એકથી ચડિયાતી નૃત્યકૃત્તિઓ નિહાળી સુરતવાસીઓ મંત્રમુગ્ધ થયા

રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને પ્રવાસન વિભાગની પ્રેરણા અને માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વોત્તર રાજ્યો; અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગાલેન્ડ અને ગુજરાતના મળી કુલ ૪૦૦ કલાકારોએ સુરતમાં સૌપ્રથમવાર સંયુક્ત રીતે ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી સુરતવાસીઓ મંત્રમુગ્ધ કર્યા હતા. 

દેશની બે અલગ અલગ સંસ્કૃતિના કલાકારો દ્વારા સંયુક્ત રીતે પરફોર્મ કરવામાં આવેલી આ સૌથી મોટી સામૂહિક સાંસ્કૃતિક કૃતિઓ હતી.આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌત, નાયબ પો. કમિશનર વબાંગ ઝમીર સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકા લાઠીયા, જિલ્લા વહીવટીતંત્ર અને મનપાના અધિકારીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

ગુજરાત અને નોર્થ ઈસ્ટના વિવિધ કલાનૃત્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા

ઈન્ડોર સ્ટેડિયમમાં નોર્થ ઈસ્ટના વિવિધ કલા નૃત્યોમાં અરૂણાચલનું ટેંગ કો ન્યોન, તાપુ, આસામનું બિહુ અને દાસોઅરી દેલાઈ નાચ, મણિપુરનું પંગ ઢોંગ ઢોલોક ચોલમ, મિઝોરમનું ચોંગ્લેઝવોન, વાંગલા, મેઘાલયનું કોચ, નાગાલેન્ડનું સંગતામ (માકુ હીનયાચી), સિંગઈ/યોક છમ, તેમાંગ સેલો, સિક્કિમનું ચુટકે, હોજાગીરી, ત્રિપુરાનું મમીતા અને સંગ્રેઈન નૃત્ય રજૂ કર્યા હતા. 


ગુજરાતના સુરેન્દ્રનગરનો રાસ, મહિસાગર ટ્રાઈબલ નૃત્ય, છોટાઉદેપુરનું રાઠવા, ડાંગનું ડાંગી, જોરાવરનગરનું હુડો, પોરબંદરના ઢાલ તલવાર અને મણિયારો, પોરબંદર ગાંધીનગરનો મિશ્ર રાસ, મોરબીના ગરબા, ભાલ વિસ્તારનું પઢાર મંજીરા નૃત્ય રજૂ કરી કલાકારોએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.