News Continuous Bureau | Mumbai
President Murmu foreign Visit :
- મહામહિમના મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસમાં સાંસદ નિમુબેન બાંભણિયાને સ્થાન મળતા ગૌરવપૂર્ણ ઘટના
- રાષ્ટ્રપતિના આ પ્રવાસ દરમિયાન બંને દેશો સાથે રાજકીય અને વ્યાપારિક સંબંધો મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે
મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 6થી 11 એપ્રિલ દરમિયાન પોર્ટુગલ અને સ્લોવાકિયાના પ્રવાસે રવાના થયા છે. આ પ્રવાસમાં ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજય મંત્રી નિમુબેન બાંભણિયા સહિત ગુજરાતના બે સાંસદોની પસંદગી કરી સમાવેશ કરવાના આવ્યો છે ત્યારે ભાવનગર – બોટાદ સંસદીય વિસ્તાર માટે ગૌરવપૂર્ણ ઘટના બની રહી છે.
દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજીની અધ્યક્ષતામાં ડેલીગેશન તા.7 થી 11 એપ્રિલ 2025 દરમિયાન વિદેશ પ્રવાસે છે. આ ડેલીગેશન સાથે પોર્ટુગલ અને સ્લોવાકીયાની મુલાકાત કરનાર છે. ત્યારે તેમાં ભાવનગરના સાંસદ એવમ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાને સ્થાન મળતા આનંદની લાગણી છવાઈ છે.
આ સમાચાર પણ વાંચો : Soil testing ISRO : 10 દિવસને બદલે માત્ર 10 સેકન્ડમાં થશે સોઇલ ટેસ્ટિંગ, ઇસરોના નિવૃત્ત વૈજ્ઞાનિકે બનાવ્યું ડિવાઇસ
કેન્દ્રીય રાજય મંત્રી નિમુબેન બાંભણિયા ઉપરાંત લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ તથા મધ્યપ્રદેશના સાંસદ સંધ્યા રાય પણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રાષ્ટ્રપતિના આ પ્રવાસ દરમિયાન બંને દેશો સાથે રાજકીય અને વ્યાપારિક સંબંધો મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પ્રતિનિધિ મંડળને રાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યુવા અને શિક્ષિત સાંસદોને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.