News Continuous Bureau | Mumbai
Operation Sindoor: 7 મે, 2025ના રોજ ભારતે ઓપરેશન ‘સિંદૂર’ (Sindoor) હેઠળ પાકિસ્તાનના બહાવલપુરમાં આવેલું આતંકી Headquarter Markaz Subhan Allahને નિશાન બનાવીને તબાહ કર્યું. RAWએ ટાર્ગેટ પસંદ કર્યા બાદ ભારતીય વાયુસેના (Air Force), નૌસેના (Navy) અને સેના (Army)એ સંયુક્ત રીતે આ ઓપરેશન અમલમાં મૂક્યું. આ કેન્દ્ર જૈશ-એ-મોહમ્મદ (JeM)નું મુખ્ય તાલીમ અને પ્રચાર મથક હતું, જ્યાંથી પુલવામા જેવા હુમલાઓની યોજના ઘડી જતી હતી.
Operation Sindoor: Headquarter Markaz Subhan Allah: JeMનું સૌથી મોટું તાલીમ મથક તબાહ
Markaz Subhan Allah, જે બહાવલપુરના કરાચી મોર પાસે NH-5 પર આવેલું છે, 15 એકર વિસ્તારમાં ફેલાયેલું હતું. અહીં 600થી વધુ આતંકી કેડર રહેતા અને તાલીમ લેતા હતા. અહીં રાઇફલ, રૉકેટ લોન્ચર, તીરંદાજી, ઘુડસવારી અને ધર્મ આધારિત કટ્ટરપંથી તાલીમ આપવામાં આવતી હતી. આ મથક જૈશના મુખ્ય નેતાઓ – મસૂદ અઝહર, યૂસુફ અઝહર, મુફ્તી અબ્દુલ રઉફ અને અન્યના નિયંત્રણમાં હતું.
Don’t sleep — Operation Sindoor is pure goosebumps.
90+ terrorists wiped out, F-16 downed — India avenged Pahalgam with precision.
Jai Hind ki Sena + Modi’s strategy = Zero tolerance to terror.#OperationSindoor @NIA_India @IAF_MCC #pakistan #PakistanArmy #IndiaPakistanWar pic.twitter.com/rGF11ORyDm
— Vikrant Singh (@_vikrantsingh) May 7, 2025
Operation Sindoor: Headquarter Destroyed: સ્કેલ્પ, હેમર અને બ્રહ્મોસ મિસાઇલથી હુમલો
આ ઓપરેશનમાં રાફેલ (Rafale) અને મિરાજ 2000 (Mirage 2000) જેટ્સથી સ્કેલ્પ (SCALP), હેમર (HAMMER), બ્રહ્મોસ (BrahMos), Popeye અને SPICE 2000 જેવી અદ્યતન મિસાઇલોનો ઉપયોગ થયો. હેરોન ડ્રોનથી માઇક્રો મ્યુનિશન પણ છોડવામાં આવ્યા. સેટેલાઇટ ઈમેજરી અનુસાર, તાલીમ કેમ્પ, જિમ્નેશિયમ, સ્વિમિંગ પુલ અને હથિયાર ડિપો સંપૂર્ણપણે નષ્ટ થયા છે.
આ સમાચાર પણ વાંચો : Operation Sindoor: આતંકના Headquarter Mosque-e-Bilal ને ઉડાવ્યું, હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઠેકાણા પણ તબાહ
Headquarter Target: RAWની ઇન્ટેલિજન્સ અને ત્રિ-સેનાનું સંયુક્ત ઓપરેશન
RAWએ આ મથકના તમામ તબક્કાઓનું વિશ્લેષણ કરીને ટાર્ગેટ પસંદ કર્યા હતા. ત્યારબાદ ત્રિ-સેનાએ સંયુક્ત રીતે ઓપરેશન અમલમાં મૂક્યું. આ હુમલામાં 200થી વધુ આતંકીઓના મોતની શક્યતા છે, જેમાં યૂસુફ અઝહર અને મુફ્તી અબ્દુલ રઉફ જેવા JeMના ટોચના નેતાઓ પણ હોઈ શકે છે. આ હુમલાએ ISI અને JeM બંનેને મોટો માનસિક આઘાત પહોંચાડ્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)