Western Railway : મુસાફરોને હેરાનગતિ.. વડોદરા મંડળના વાસદ-રણોલી સ્ટેશનો વચ્ચે લેવાશે બ્લોક, આ ટ્રેનોને થશે અસર… જુઓ યાદી

Western Railway : રિ-ગર્ડરિંગ કાર્ય માટે 7 મે થી 8 જૂન 2025 સુધી (બુધવાર અને રવિવાર) ના રોજ 11.15 થી 16.45 વાગ્યા સુધી 05.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે.

by kalpana Verat
Western Railway Block will be taken between Vasad-Ranoli stations of Vadodara division, these trains will be affected…

  News Continuous Bureau | Mumbai

Western Railway : પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રણોલી સ્ટેશનો વચ્ચે પુલ નં. 624 (અપ લાઇન) પર રિ-ગર્ડરિંગ કાર્ય માટે 7 મે થી 8 જૂન 2025 સુધી (બુધવાર અને રવિવાર) ના રોજ 11.15 થી 16.45 વાગ્યા સુધી 05.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે. જેના કારણે અમદાવાદ મંડળ થી દોડતી/પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જે નીચે મુજબ છે:

Western Railway : પૂર્ણતઃ નિરસ્ત ટ્રેન

• ટ્રેન સંખ્યા 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 7,11,14,18,21,28 મે અને 4,8 જૂન 2025 ના રોજ પૂર્ણતઃ નિરસ્ત રહેશે.
• ટ્રેન સંખ્યા 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 7,11,14,18,21,28 મે અને 4,8 જૂન 2025 ના રોજ પૂર્ણતઃ નિરસ્ત રહેશે.

Western Railway : આંશિક નિરસ્ત ટ્રેન

• ટ્રેન સંખ્યા 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 7,11,14,18,21,28 મે અને 4,8 જૂન 2025 ના રોજ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક નિરસ્ત રહેશે.

Western Railway : રિશેડ્યૂલ થવાવાળી ટ્રેનો

1. ટ્રેન સંખ્યા 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 7,14,21,28 મે અને 04 જૂન 2025 ના રોજ 30 મિનિટ માટે રિશેડ્યૂલ રહેશે.
2. ટ્રેન સંખ્યા 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ 11, 18 મે અને 08 જૂન 2025 ના રોજ 60 મિનિટ માટે રિશેડ્યૂલ રહેશે.

આ સમાચાર પણ વાંચો : Western Railway : વટવા-હુબલી સ્પેશિયલ ટ્રેન સતારા, કરાડ અને સાંગલી સ્ટેશનો પર રોકાશે

Western Railway : રેગુલેટ થવાવાળી ટ્રેનો

1. ટ્રેન સંખ્યા 16533 ભગત કી કોઠી-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ 7,14,21,28 મે અને 04 જૂન 2025 ના રોજ 55 મિનિટ માટે રેગુલેટ રહેશે.
2. ટ્રેન સંખ્યા 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ 7,14,21,28 મે અને 04 જૂન 2025 ના રોજ 50 મિનિટ માટે રેગુલેટ રહેશે.
3. ટ્રેન સંખ્યા 14807 જોધપુર-દાદર એક્સપ્રેસ 11, 18 મે અને 08 જૂન 2025 ના રોજ 01.40 કલાક માટે રેગુલેટ રહેશે.
4. ટ્રેન સંખ્યા 16209 અજમેર-મૈસુર એક્સપ્રેસ 11,18 મે અને 08 જૂન 2025 ના રોજ 55 મિનિટ માટે રેગુલેટ રહેશે.
5. ટ્રેન સંખ્યા 20626 ભગત કી કોઠી-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ એક્સપ્રેસ 7,11,14,18,21,28 મે અને 04,08 જૂન 2025 ના રોજ 40 મિનિટ માટે રેગુલેટ રહેશે.

યાત્રીઓ ને વિંનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે. ટ્રેનો ના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More