News Continuous Bureau | Mumbai
MSME Sector : સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ હેઠળ, ટેક્સ પેયર સર્વિસીસના ડિરેક્ટોરેટ જનરલના પ્રાદેશિક એકમ, અમદાવાદ અને MSME DFO, અમદાવાદના સહયોગથી 13 મે, 2025 ના રોજ બપોરે 3:00 વાગ્યાથી ‘હૃદયકુંજ’ ઓડિટોરિયમ, MSME ટાવર, અમદાવાદ ખાતે હાઇબ્રિડ સેમિનાર દ્વારા કરદાતા આઉટરીચ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. લઘુ ઉદ્યોગ ભારતી (ગુજરાત રાજ્ય એકમ), એક અખિલ ભારતીય સંસ્થા જે સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોના પ્રોત્સાહન અને રક્ષણ માટે સમર્પિત છે, તે આ આઉટરીચ કાર્યક્રમ માટે વ્યવસાયિક ભાગીદાર હતી. આ સેમિનાર હાઇબ્રિડ મોડમાં આયોજિત થયો હોવાથી, લઘુ ઉદ્યોગ ભારતીના ઘણા સભ્યો પણ વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાઈ શક્યા અને આ આઉટરીચ કાર્યક્રમનો લાભ લીધો હતો.
લઘુ ઉદ્યોગ ભારતીના તાત્કાલિક ભૂતપૂર્વ પ્રમુખ શ્રી બલદેવભાઈ પ્રજાપતિ, સહભાગીઓને સંબોધતા
CBIC એ તાજેતરમાં GST અધિકારીઓ દ્વારા GST નોંધણી માટેની અરજીઓની પ્રક્રિયા કરવા માટે 17.04.2025ના રોજ સૂચના નંબર 03/2025-GST બહાર પાડ્યો હતો. જેથી GST નોંધણીની સમગ્ર પ્રક્રિયા સરળ બને. ઉપરોક્ત આઉટરીચ કાર્યક્રમ ખાસ કરીને MSME ક્ષેત્ર માટે બનાવવામાં આવ્યો હતો અને GST નોંધણી પ્રક્રિયા પર તેમના માટે જરૂરી તેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સેમિનારનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન અમદાવાદ ખાતેના DGTSના એડીજી પ્રો.શ્રી સુમિત કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. ઇવેન્ટ ટ્રેડ પાર્ટનર્સ, લઘુ ઉદ્યોગ ભારતીના પ્રતિનિધિઓ દ્વારા પણ સંબોધન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને ઓડિટોરિયમમાં ઉપસ્થિત રહેલા સહભાગીઓ તેમજ વર્ચ્યુઅલી ઇવેન્ટમાં જોડાયેલા લોકો દ્વારા સારો પ્રતિસાદ અને પ્રશંસા મળી હતી. કાર્યક્રમ ઇન્ટરેક્ટિવ હોવાથી, સહભાગીઓના વિવિધ પ્રશ્નોના જવાબ સ્થળ પર જ આપવામાં આવ્યા હતા જેનાથી તેઓ પણ સંતુષ્ટ થયા હતા.
આ સમાચાર પણ વાંચો : ગુજરાત માં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે ૧.૩૦ લાખ જેટલા MSMEને રૂ. ૭,૮૬૪ કરોડ કરતાં વધુની સહાય અપાઈ
DGTS, AZU એ 27 મે 2025ના રોજ ‘GST અને કસ્ટમ્સ – આરોગ્ય સેવાઓ માટે એપ્લિકેબિલિટી, બેનીફિટ્સ અને કમ્પલાઈન્સ’ વિષય પર એક વેબિનારનું આયોજન કર્યું છે, જે ખાસ કરીને દંત ચિકિત્સા અને ત્વચારોગ વિજ્ઞાન ક્ષેત્રના તબીબી પ્રેક્ટિશનરો પર કેન્દ્રિત છે. અન્ય અપડેટ્સ અને વેબિનારમાં જોડાવા માટે ટ્વિટર હેન્ડલ @AhmedabadDgts ની મુલાકાત લેવાનું જણાવવામાં આવ્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.