World Yoga Day : ગુજરાતના અમૃત સરોવરો બન્યા યોગમય, રાજ્યના ૩૩૯ અમૃત સરોવર ખાતે ૧૧ હજારથી વધુ નાગરીકોએ યોગાભ્યાસ કરી ૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી

World Yoga Day : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સ્થાનીક વહીવટી તંત્ર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં મળી કુલ ૩૩૯ જેટલા અમૃત સરોવર ખાતે યોગ અભ્યાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૧,૨૯૧ થી વધુ નાગરીકો યોગના અભ્યાસમાં સહભાગી થયા હતા.

by kalpana Verat
World Yoga Day More than 11 thousand citizens practiced yoga at 339 Amrit Sarovar in Gujarat and celebrated the 11th International Yoga Day in grand style

News Continuous Bureau | Mumbai

World Yoga Day : ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ તથા ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ સાથે આજે ૧૧મા વિશ્વ યોગ દિવસની રાજ્યભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ અને આહ્વાનના પગલે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં ‘અમૃત સરોવર’નું નિર્માણ કરવામાં આવ્યું છે, જે જળ સંરક્ષણ અને ગ્રામીણ વિકાસના પ્રતીક બની રહ્યાં છે. આ અમૃત સરોવરો આજે યોગમય વાતાવરણથી ગુંજી ઊઠ્યાં હતાં.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સ્થાનીક વહીવટી તંત્ર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં મળી કુલ ૩૩૯ જેટલા અમૃત સરોવર ખાતે યોગ અભ્યાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૧,૨૯૧ થી વધુ નાગરીકો યોગના અભ્યાસમાં સહભાગી થયા હતા. જેમાં ગ્રામજનો અને શાળાના બાળકોએ યોગાભ્યાસ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી.

• અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના દહેગામડા, શિયાળ, સાલજડા, જુવાલ રૂપાવટી, કેસરડી, સાકોદરા, કાવીઠા અને કવલા જેવા કુલ ૮ ગામોમાં આવેલાં અમૃત સરોવરો ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

• દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ખાતે આવેલ અમૃત સરોવર નજીક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ અભ્યાસ કરીને ”વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી કરી હતી.

• નવસારી જિલ્લાના ૩૭ અમૃત સરોવરો ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૨૭૩ નગરીકોએ યોગ દિવસની ઉજવણી કરી હતી.

• પાટણ જિલ્લાના કુલ ૩૪ અમૃતસરોવર પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીમાં ૧૨૦૦ જેટલા યુવાઓ અને યુવતીઓ સહભાગી થયા હતા.

• મહીસાગર જિલ્લાના ૩૬ અમૃત સરોવરો પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૧૪૬૫ લોકો જોડાયા હતા.

• જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કણજડી, ઉમટવાડા, કુંભડી, કેશોદ તાલુકાના હાંડલા, માંગરોળ તાલુકાના થલી ગામોમાં આવેલ અમૃત સરોવરો ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

• વડોદરા જિલ્લાના ૧૦ અમૃત સરોવરો ઉપર યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અંટોલી, ચાણસદ, મુવાલ, ડેસર, સુવાલજા, ઉતરજ, કંથાડિયા, તુલસીપૂરા, કાયાવરોહણ અને વઢવાણા ખાતેની ઉજવણીમાં અબાલ વૃદ્ધ સહિત ગ્રામજનો સહભાગી બન્યા હતા.

• ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા, રાંચરડા, મીરાપુર, દેવકરણના મુવાડા, આંત્રોલી, કડજોદરા, ધારીસણા ગામના અમૃત સરોવર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

• અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલા ગોવિંદપુર સ્થિત અમૃત સરોવર ખાતે ‘આંતરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરાઈ હતી.

• સાબરકાંઠા જિલ્લાના નેત્રામલી, વડાલી દાંત્રોલી, ભાવપુર, વોરાવાવ અમૃત સરોવર ખાતે યોગા દિવસની ઉજવણી કરાઈ હતી.

• ડાંગના આહવા, સુબીર અને વઘઇ તાલુકાના ૧૪ અમૃત સરોવર ખાતે યોગા દિવસની ઉજવણીમાં ૩૫૦થી વધુ નાગરીકો જોડાયા હતા.

• પોરબંદર જિલ્લામાં આવેલા માલણકા, ફરેર, હેલાબેલી, દોલતગઢ, ખીસ્ત્રી, એરડા, રીણાવાડા, બરડિયા, સુખપુર સહિતનાં ગામોના આવેલા અમૃત સરોવર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Coaching Assistance Scheme :કોચિંગ સહાય યોજના’ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં અનુસૂચિત જાતિ તથા વિકસતી જાતિના ૯,૨૨૯ વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો

• ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના છગિયા અને ગોરખમઢી ગામે, કોડિનાર તાલુકાના માઢવાડ ગામે તેમજ તાલાલા તાલુકાના ધ્રામણવા ખાતે નિર્માણ પામેલા અમૃત સરોવર ખાતે ગ્રામજનોએ યોગ કર્યા હતાં.

• ભાવનગર જિલ્લાના ૨૨ અમૃત સરોવર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જાંબુડા, ઓથા, ગોરીયાળી, અવાણિયાં, ગોરખી, મેસણકા, દડવા, દરેડ, કાનાતળાવ, વળાવડ, રોયલ, ભંડારિયા, જુના રતનપર, સેંજળીયા, કુડા, જેસર, ઘાંઘળી, ઠાડચ, પરવડી, ઉમરાળા., લીંબડા તેમજ પરવડી – ૨ અમૃત સરોવરનો સમાવેશ થાય છે.

• આ ઉપરાંત બોટાદ જિલ્લાના પસંદગી પામેલા અમૃત સરોવર ખાતે નાગરીકો દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More