Surat Smart Bus Station : સ્માર્ટ સુરતનું ‘સ્માર્ટ બસ સ્ટેશન’: SMC દ્વારા અલથાણમાં રૂ.૧.૬૦ કરોડના ખર્ચે દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર

Surat Smart Bus Station : આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ જણાવતા તેમણે કહ્યું કે, ઇલેક્ટ્રિક બસ ડેપો થકી વાર્ષિક અંદાજે ૧ લાખ વીજ યુનિટનું ઉત્પાદન થશે અને આશરે રૂ.૬.૬૫ લાખની ઊર્જા બચત થશે. એટલે પર્યાવરણીય દ્રષ્ટિએ પણ આ પ્રોજેક્ટ ન માત્ર સુરત શહેર માટે પરંતુ સમગ્ર દેશ માટે શ્રેષ્ઠ ઉદાહરણરૂપ બનશે.

by kalpana Verat
Surat Smart Bus Station Surat launches India's first solar smart bus stand with Wi-Fi, charging facilities

News Continuous Bureau | Mumbai

 Surat Smart Bus Station :  

  • સોલાર સિટી સુરતનો સ્માર્ટ બસ સ્ટેશન પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડેલ: Wi-Fi, ચાર્જિંગ અને લાઈટિંગ જેવી સુવિધાઓથી સજ્જ હાઈટેક ઇલેક્ટ્રિક બસ સ્ટેન્ડ
  • વાર્ષિક ૧ લાખ વીજ યુનિટ વીજઉત્પાદન અને રૂ.૬.૫૬ લાખની વીજબચત સાથે સુરતનું રાષ્ટ્રવ્યાપી ગ્રીન પરિવહન તરફ ઝડપી પ્રયાણ
  • રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઇફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે ૨૪*૭ ગ્રીન ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધઃ

સ્વચ્છ સિટી, સોલાર સિટી અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતની યશકલગીમાં હવે વધુ એક ઉમેરો થવા જઇ રહ્યો છે. સ્માર્ટ સિટી સુરતના અલથાણ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.૧.૬૦ કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ ‘સ્માર્ટ બસ સ્ટેશન’ સુરતનું નવું નજરાણું બનશે. ૧૦૦ કિલો વોટ ક્ષમતાનો રૂફટોપ સોલાર પ્લાન્ટ સમગ્ર દેશ માટે પ્રોત્સાહન અને આકર્ષણનું કેન્દ્ર બનશે.

Surat Smart Bus Station Surat launches India's first solar smart bus stand with Wi-Fi, charging facilities

 દેશ સહિત રાજ્યભરમાં ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં ઉત્તરોઉત્તર પ્રગતિ થઈ રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને જર્મન સંસ્થા GIZ (Deutsche Gesellschaft für Internationale Zusammenarbeit)ના સહયોગથી તૈયાર થયેલા આ પ્રોજેક્ટ હેઠળ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઇફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે ૨૪*૭ ગ્રીન ચાર્જિંગ સુવિધા સાથે Wi-Fi અને લાઈટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.

Surat Smart Bus Station Surat launches India's first solar smart bus stand with Wi-Fi, charging facilities

 આ વિષે વધુ વિગત આપતા લાઇટ એન્ડ એનર્જી એફિસેસિસ સેલના કાર્યપાલક ઇજનેરશ્રી પ્રકાશભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે, સુરતના અલથાણ વિસ્તારમાં તૈયાર કરાયેલા દેશનું પ્રથમ સૌર ઊર્જા આધારિત ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે ૧૦૦ કિલોવોટ ક્ષમતા ધરાવતા રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અને પ્રતિ કલાકે ૨૨૪ કિલોવોટ ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સ્થાપિત કરવામાં આવી છે. અંદાજિત રૂ. ૧.૬૦ કરોડના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે જર્મન સહાય સંસ્થા GIZના સહકારથી અમલમાં મૂકાયો છે.

Surat Smart Bus Station Surat launches India's first solar smart bus stand with Wi-Fi, charging facilities

 તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટ અંતર્ગત દિવસ દરમિયાન સૌર ઊર્જાથી જનરેટ થતી વીજળી સેકન્ડ લાઈફ બેટરીમાં સંગ્રહિત થાય છે. રાત્રિ દરમિયાન ઇલેક્ટ્રિક બસોને ચાર્જ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. પરિણામે ગ્રીડ પરનો ભાર ઘટે છે અને નવીનીકરણીય ઊર્જાનો વધુ પડતો ઉપયોગ શક્ય બન્યો છે.” આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ જણાવતા તેમણે કહ્યું કે, ઇલેક્ટ્રિક બસ ડેપો થકી વાર્ષિક અંદાજે ૧ લાખ વીજ યુનિટનું ઉત્પાદન થશે અને આશરે રૂ.૬.૬૫ લાખની ઊર્જા બચત થશે. એટલે પર્યાવરણીય દ્રષ્ટિએ પણ આ પ્રોજેક્ટ ન માત્ર સુરત શહેર માટે પરંતુ સમગ્ર દેશ માટે શ્રેષ્ઠ ઉદાહરણરૂપ બનશે.

Surat Smart Bus Station Surat launches India's first solar smart bus stand with Wi-Fi, charging facilities

 

તેમણે કહ્યું કે, “આ માત્ર ટેકનોલોજીનો ઉપયોગ નથી, પણ પબ્લિક ટ્રાન્સપોર્ટને ગ્રીન અને સસ્ટેનેબલ બનાવવાનો પ્રયાસ છે. હાલ જે વપરાયેલી બેટરીઓને ફરી ઉપયોગમાં લેવામાં આવી રહી છે. એ વસ્તુઓનો પુનઃઉપયોગ કરીને વધુ ટકાઉ બનાવવાનો પ્રયાસ છે. જેથી આ પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે રોલ મોડેલ સમાન સાબિત થશે. સુરત મહાનગરપાલિકા તરફથી નેટ ઝીરો એનર્જી અને સસ્ટેનેબલ એનર્જી માટેના લક્ષ્યાંકો હાંસલ કરવાની દિશામાં આ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ કડી બનશે.”

Surat Smart Bus Station Surat launches India's first solar smart bus stand with Wi-Fi, charging facilities

Surat Smart Bus Station  બોક્ષઃ૧

સુરતના અલથાણથી રાષ્ટ્રીય સ્તરે પહોંચેલી સૌર ઊર્જાની પહેલઃ

સુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ વિસ્તારમાં અમલમાં મૂકાયેલો સૌર ઊર્જા આધારિત સ્માર્ટ બસ સ્ટોપ હવે રાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચી રહ્યો છે. Wi-Fi, મોબાઇલ ચાર્જિંગ, LED લાઇટ્સ, પંખા અને CCTV જેવી સુવિધાઓ સાથે સજ્જ આ બસ સ્ટોપ પબ્લિક ટ્રાન્સપોર્ટને હરિત અને ટેકનોલોજીકલ રીતે સમૃદ્ધ બનાવે છે. ઉર્જા બચત અને પર્યાવરણીય લાભો સાથે સંકળાયેલો આ પાયલોટ પ્રોજેક્ટ હવે દેશભરના શહેરો માટે પ્રેરણારૂપ મોડેલ બની રહ્યો છે.

Surat Smart Bus Station Surat launches India's first solar smart bus stand with Wi-Fi, charging facilities

આ સમાચાર પણ વાંચો :  Gandhinagar :4 જુલાઇના રોજ ગાંધીનગરમાં અભિવાદન સમારોહ: મુખ્યમંત્રીશ્રીના હસ્તે 761 સમરસ ગ્રામ પંચાયતોને ₹35 કરોડથી વધુની ગ્રાન્ટની થશે ફાળવણી

Surat Smart Bus Station  બોક્ષઃ૨ અલથાણ પ્રોજેક્ટના અપેક્ષિત પરિણામો અને લાભો:

સૌર ઊર્જા અને સેકન્ડ લાઈફ બેટરી સ્ટોરેજના સંકલન દ્વારા આ પ્રોજેક્ટ શહેરમાં હરિત જાહેર પરિવહનને પ્રોત્સાહન આપે છે. દિવસ દરમિયાન સંગ્રહાયેલ સૌર ઊર્જા, રાત્રિ સમયે ઇલેક્ટ્રિક બસો અને વાહનોને ચાર્જ કરવા માટે ઉપયોગમાં લઈ શકાશે, જેના કારણે વીજ ગ્રીડ પરનો ભાર ઘટશે. સુરત મહાનગરપાલિકાના ગ્રીન મોબિલિટી અને નેટ ઝીરોના લક્ષ્યાંકો ઝડપથી આગળ વધશે. સાથે જ, જૂની બેટરીઓનો પુનઃઉપયોગ કરીને પરિપ્રક્ષ્ય અર્થતંત્રના સિદ્ધાંતોને પણ બળ મળશે. આ મોડેલ ભવિષ્યના શહેરી ઇલેક્ટ્રિક વાહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સ્કેલેબલ અને ટકાઉ માર્ગદર્શક રૂપે ઉભરી શકે તેવા લક્ષણો ધરાવે છે.

 Surat Smart Bus Station :  બોક્ષઃ૩ અલથાણ પ્રોજેક્ટના અપેક્ષિત લાભો

સુરત મહાનગરપાલિકાના અલથાણ ઇલેક્ટ્રિક બસ ડેપો માટે અમલમાં મૂકાયેલા સૌર ઊર્જા અને બેટરી સ્ટોરેજના સંયોજનથી મહાનગરપાલિકાને વાર્ષિક અંદાજે ૧,૦૦,૦૦૦ કિ.વો.અવર વીજળીનું ઉત્પાદન થશે. જેના પરિપ્રેક્ષ્યમાં અંદાજિત રૂ.૬.૫૬ લાખની ઊર્જા બિલમાં બચત શક્ય બનશે. આ અર્થતંત્ર યુક્ત ગ્રીન ટેક્નોલોજી માત્ર સુરત માટે નહિ, પરંતુ શહેરી પરિવહન માટે એક ટકાઉ વિકલ્પ રૂપે લાભદાયક સાબિત થશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More