News Continuous Bureau | Mumbai
Ayushman Vay Vandana Scheme :
સરકારની આરોગ્યલક્ષી યોજના અમારા જેવા વરિષ્ઠ નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપ બની છેઃ
આયુષ્યમાન વયવંદના કાર્ડ માત્ર એક સામાન્ય કાર્ડ નથી, મારા જેવા લાખો લોકો માટે આશાનું કિરણ છે:લાભાર્થી ગુણવંતભાઇ ગાંધી
ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો અને ૭૦ વર્ષ કે વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા ‘PM જનઆરોગ્ય યોજના’ અમલી છે, જેમાં ગંભીર બીમારી, ઓપરેશન માટે સો ટકા નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ છે. આ યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે તારણહાર બની છે. સુરત જિલ્લાના ઓલપાડના શિવમ નગરના વયોવૃદ્ધ ૭૮ વર્ષીય નિવૃત શિક્ષક ગુણવંતભાઇ નાથુભાઇ ગાંધીની ‘આયુષ્યમાન વયવંદના કાર્ડ’થી નિ:શુલ્ક બાયપાસ સર્જરી થઈ છે. ગાંધી પરિવાર પર આર્થિક ભારણ ન પડતા તેમને મોટી રાહત થઈ છે.
‘સરકારે અમને સહાય કરી ન હોત તો મુશ્કેલીનો પાર ન હોત’ આ શબ્દો સાથે ગુણવંતભાઈ ગાંધી જણાવે છે કે, ૭૮ વર્ષની ઉમરે નિવૃતમય જીવન જીવી રહ્યો હતો. એવા સમયે અચાનક છાતીમાં દુઃખાવો થતા મારી તબિયત વધુ બગડી. ડોક્ટરોએ કહ્યું કે, તત્કાલ બાયપાસ સર્જરી કરાવવી પડશે. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મનમાં મૂંઝવણ પણ હતી. પણ આવા સમયે મારી મદદે ‘વય વંદના કાર્ડ’ આવ્યું. આ યોજના હેઠળ સુરતના રાંદેર સ્થિત શેલ્બી હોસ્પિટલમાં દાખલ થયો જ્યાં ૩૦મી મે- ૨૦૨૫ PM-JAY યોજના હેઠળ બાયપાસ સર્જરી નિ:શુલ્ક થઈ. ચાર દિવસ હોસ્પિટલ બાયપાસ સર્જરી સાથેની સારવાર કર્યા બાદ રજા આપવામાં આવી. ઘરે જવા માટે ભાડું પણ આપવામાં આવ્યું. હાલ હું એકદમ સ્વસ્થ છું. કોઈ પરેશાની નથી. યોગ્ય સમયે સરકારની સહાયથી જીવ તો બચ્યો પણ આર્થિક બોજ પણ ન પડ્યો. એટલે જ વય વંદના કાર્ડ માત્ર એક માત્ર સામાન્ય કાર્ડ નથી, મારા જેવા લાખો લોકો માટે આશાનું કિરણ છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Auto Rickshaw Theft : મુંબઈમાં રિક્ષામાં મુસાફરી કરનારાઓ સાવધાન! આ વિસ્તારમાં મોટા કૌભાંડનો પર્દાફાશ, પોલીસે કરી ખાસ અપીલ..
વધુમાં તેમણે કહ્યું કે, “આજના સમયમાં જ્યારે આરોગ્ય સેવા ખર્ચાળ બની છે, ત્યારે PM-JAY જેવી યોજનાઓ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સહિત અમારા જેવા વરિષ્ઠ નાગરિકો માટે સંજીવનીરૂપ છે. આવી યોજનાઓ માત્ર સારવાર પૂરતી નથી, પણ જીવન જીવવા માટે ઓક્સિજન આપે છે. હું દર્દી નથી, પણ સરકારના માનવીય સંવેદનાનો સાક્ષી છું. આરોગ્યની સાર સંભાળ રાખવા બદલ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.