Andy Byron video: કોલ્ડપ્લેનો કોન્સર્ટ બન્યો કાંડપ્લે! એન્ડી બાયરન ના લગ્નેત્તર સંબંધો ની ખુલી પોલ, એસ્ટ્રોનોમર કંપનીના સીઇઓ એ કર્યું આવું કામ

Andy Byron video: તાજેતરમાં જ એસ્ટ્રોનોમર કંપનીના સીઇઓ એન્ડી બાયરન અને કંપનીની એચઆર હેડ ક્રિસ્ટીનનો કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો

by Zalak Parikh
Coldplay Concert Turns Into Cheating Scandal Billionaire CEO Exposed on Kiss Cam

News Continuous Bureau | Mumbai  

Andy Byron video: 16 જુલાઈના રોજ બોસ્ટન માં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટ માં એક ચોંકાવનારી ઘટના બની. એસ્ટ્રોનોમર કંપનીના સીઇઓ એન્ડી બાયરન અને કંપનીની એચઆર હેડ ક્રિસ્ટીન એકબીજાની બાહોમાં દેખાયા. કોલ્ડપ્લે ના લીડ સિંગર ક્રિસ માર્ટિન એ સ્ટેજ પરથી કહ્યું, “આ બંને જણ ને જુઓ,” ત્યારબાદ સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ ગયો.

આ સમાચાર પણ વાંચો : Nidhi Bhanushali TMKOC: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ની જૂની સોનુ એટલે કે નિધિ ભાનુશાલી એ 6 વર્ષ પછી તોડ્યું મૌન, જણાવ્યું તેનું શો છોડવા પાછળ નું કારણ

પત્ની દ્વારા રચાયેલું સ્ટિંગ ઓપરેશન?

સોશિયલ મીડિયા પર એવી ચર્ચા છે કે એન્ડી બાયરન ની પત્નીએ પહેલાથી જ શંકા હતી અને કોલ્ડપ્લે કોન્સર્ટમાં જાસૂસ મહિલાને VIP સીટ્સ અપાવી હતી. આ મહિલા કંપની સાથે સંકળાયેલી હતી અને સાબિતીઓ એકઠી કરવા મોકલવામાં આવી હતી. ક્રિસ માર્ટિન નો સ્ટેજ પરનો ઇશારો પણ આ યોજના નો ભાગ હોવાનું માનવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by India Today (@indiatoday)


આ વિડીયો વાયરલ થયા બાદ એન્ડી બાયરને તેમના ના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. એસ્ટ્રોનોમર કંપનીએ તેના લિંક્ડઇન પ્રોફાઇલ પર એક પોસ્ટ કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે- અમારા લીડર્સ પાસેથી એ આશા રાખવામાં આવે છે કે તેઓ યોગ્ય વર્તન કરે અને સાથોસાથ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક અદા કરે, પરંતુ તાજેતરમાં બનેલા કિસ્સામાં આ ધોરણો સચવાયા ન હોવાનું જણાઈ રહ્યું છે. એન્ડી બાયરને તેમના પદેથી રાજીનામું આપ્યું છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેનો સ્વીકાર પણ કર્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More