News Continuous Bureau | Mumbai
આજે ૨૩ જુલાઈ ૨૦૨૫, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૧ છે.
તિથિ: અષાઢ વદ ચૌદસ.
દિન મહિમા:
- સંત નામદેવ મહારાજ પૂણ્યતિથિ: ભક્તિ પરંપરાના મહાન સંત નામદેવ મહારાજની પૂણ્યતિથિ.
- ભા. શ્રાવણ શરૂ: ગુજરાતી પંચાંગ મુજબ શ્રાવણ માસનો પ્રારંભ.
- વિષ્ટી ૧૫:૩૩ સુધી: વિષ્ટી કરણનો સમય.
- લોકમાન્ય તિલક જયંતિ: ભારતીય સ્વતંત્રતા સેનાની બાળ ગંગાધર તિલકની જન્મ જયંતિ.
- શિવરાત્રી: માસિક શિવરાત્રીનો પવિત્ર દિવસ.
- શ્રીકૃષ્ણરાયજી ઉત્સવ-ઇન્દોર: ઇન્દોરમાં શ્રીકૃષ્ણરાયજીનો ઉત્સવ.
- ચંદ્રશેખર આઝાદ જયંતિ: મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની જન્મ જયંતિ.
Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )
સૂર્યોદય: ૬:૧૩ (મુંબઈ)
સૂર્યાસ્ત: ૭:૧૬ (મુંબઈ)
રાહુ કાળ: ૧૨:૪૫ થી ૧૪:૨૩ (આ સમય દરમિયાન શુભ કાર્યો ટાળવા જોઈએ)
ચંદ્ર: આજે ચંદ્ર મિથુન રાશિમાં રહેશે. આજે જન્મેલા બાળકની રાશિ મિથુન રહેશે.
નક્ષત્ર: આદ્રા, પુનર્વસુ (૧૭:૫૩ પછી)
ચંદ્ર વાસ: પશ્ચિમ દિશામાં. દક્ષિણ-પશ્ચિમ દિશામાં પ્રવાસ સુખદાયક રહેશે, જ્યારે ઉત્તર-પૂર્વ દિશામાં પ્રવાસ કષ્ટદાયક થઈ શકે છે.
Today’s Horoscope આજના શુભ ચોઘડિયા
દિવસનાં ચોઘડિયા:
- લાભ: ૬:૧૩ – ૭:૫૧
- અમૃત: ૭:૫૧ – ૯:૨૯
- શુભ: ૧૧:૦૭ – ૧૨:૪૫
- ચલ: ૧૬:૦૧ – ૧૭:૩૯
- લાભ: ૧૭:૩૯ – ૧૯:૧૬
રાત્રીનાં ચોઘડિયા:
- શુભ: ૨૦:૩૯ – ૨૨:૦૧
- અમૃત: ૨૨:૦૧ – ૨૩:૨૩
- ચલ: ૨૩:૨૩ – ૨૪:૪૫
- લાભ: ૨૭:૨૯ – ૨૮:૫૨
Today’s Horoscope આજનું રાશિ ભવિષ્ય
મેષ: (અ,લ,ઇ)
તમે તમારી રસ-રુચિમાં આગળ વધી શકો છો. રચનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકો, અને આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ: (બ,વ,ઉ)
પરિવાર માટે વિચારવાનો સમય મળે. સામાજિક અને કૌટુંબિક કાર્યો કરી શકો છો, દિવસ પ્રગતિજનક રહેશે.
મિથુન: (ક,છ,ઘ)
તમે તમારા વ્યક્તિત્વને નિખાર આપી શકો છો. અંગત વ્યક્તિઓ સાથેના મતભેદો દૂર કરી શકો, આનંદ દાયક દિવસ.
કર્ક: (ડ,હ)
માનસિક વ્યગ્રતાનો અનુભવ થઈ શકે છે. નકારાત્મક વિચારો ટાળવાની સલાહ છે. દિવસ એકંદરે સારો રહેશે.
સિંહ: (મ,ટ)
નજીકના સ્થળોએ જવા-આવવાનું થાય. નવા લોકો સાથે મુલાકાત શક્ય છે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
કન્યા: (પ,ઠ,ણ)
કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકો છો. પરિવાર સાથે સમય વિતાવી શકો, આનંદ માણી શકો છો. શુભ દિવસ.
તુલા: (ર,ત)
લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ કરી શકો છો. તમારા કાર્યમાં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય, કામમાં સફળતા મળે.
વૃશ્ચિક: (ન,ય)
જીવનમાં પરિવર્તનની શરૂઆત થતી જોવા મળે. મનોમંથન કરી શકો, સકારાત્મક વિચારોથી લાભ થાય.
ધન: (ભ,ફ,ધ,ઢ)
જૂના પ્રશ્નોનો ઉકેલ લાવી શકો છો. તમારા આંતરિક મામલાઓનો નિપટારો કરી શકો, દિવસ સફળ રહેશે.
મકર: (ખ,જ)
વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે સમય વિતાવવો. કુસંગત અને વ્યસનથી દૂર રહેવાની સલાહ છે. વાણીમાં સંયમ રાખવો.
કુંભ: (ગ,શ,સ,ષ)
વિદેશ જવા ઈચ્છતા મિત્રોને અનુકૂળ રહે. વિદ્યાર્થીવર્ગને સારો દિવસ, ઉચ્ચ અભ્યાસમાં સારું કામ કરી શકો.
મીન: (દ,ચ,ઝ,થ)
શત્રુઓ પર વિજય મેળવી શકો. કોર્ટ-કચેરીમાં રાહત મળે, અટકેલા કાર્યો પૂર્ણ કરી શકો.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)