Today’s Horoscope : ૨૬ જુલાઈ ૨૦૨૫, કારગીલ વિજય દિવસ અને અન્ય મહત્વના પ્રસંગો સાથે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? જાણો સંપૂર્ણ વિગત.

Today’s Horoscope : આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય: ૨૬ જુલાઈ ૨૦૨૫, શનિવાર

by kalpana Verat
Todays horoscope today 26 July 2025 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope   

આજનું પંચાંગ: ૨૬ જુલાઈ ૨૦૨૫, શનિવાર

તિથિ: શ્રાવણ સુદ બીજ

દિન મહિમા:

  • ચંદ્રદર્શન: આજે ચંદ્રદર્શનનો શુભ યોગ છે.
  • મુ.૩૦ સામ્યાર્ધ: વિશેષ ધાર્મિક મહત્વ ધરાવતો સમય.
  • અશ્વસ્થ મારૂતિ પૂજન: પીપળાના વૃક્ષ હેઠળ મારુતિ (હનુમાનજી) પૂજનનો મહિમા.
  • શુક્ર મિથુનમાં ૦૮:૫૭: ગ્રહોના ગોચર મુજબ શુક્ર ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે.
  • જૈન સુમતિનાથ ચ્યવન: જૈન ધર્મ અનુસાર સુમતિનાથ ભગવાનના ચ્યવન કલ્યાણકનો દિવસ.
  • શ્રી વલ્લભલાલજી ઉત્સવ-મુંબઇ: મુંબઈમાં શ્રી વલ્લભલાલજીનો ઉત્સવ ઉજવાશે.
  • કારગીલ વિજય દિવસ: ભારતીય સેનાની શૌર્યગાથા, કારગીલ યુદ્ધમાં વિજયનો દિવસ.

Today’s Horoscope : મુંબઈમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય ( panchang Mumbai )

સૂર્યોદય: સવારે ૬:૧૪ (મુંબઈ)

સૂર્યાસ્ત: સાંજે ૭:૧૫ (મુંબઈ)

રાહુ કાળ: સવારે ૯:૩૦ થી ૧૧:૦૭

 ગ્રહોની સ્થિતિ અને યાત્રા માટે શુભ-અશુભ સમય

ચંદ્ર: કર્ક રાશિમાં રહેશે, અને બપોરે ૩:૫૧ પછી સિંહ રાશિમાં પ્રવેશ કરશે.

* આજે જન્મેલા બાળકની રાશિ બપોરે ૩:૫૧ સુધી કર્ક રહેશે, ત્યારબાદ સિંહ રાશિ રહેશે.

નક્ષત્ર: આશ્લેષા નક્ષત્ર રહેશે, અને બપોરે ૩:૫૧ પછી માઘ નક્ષત્ર રહેશે.

ચંદ્ર વાસ:

  • બપોરે ૩:૫૧ સુધી પશ્ચિમ-ઉત્તર દિશામાં પ્રવાસ સુખદાયક રહેશે, જ્યારે પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક રહેશે.
  • ત્યારબાદ ઉત્તર-પૂર્વ દિશામાં પ્રવાસ સુખદાયક રહેશે, જ્યારે દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક રહેશે.

Today’s Horoscope  આજના શુભ ચોઘડિયા

દિવસનાં ચોઘડિયા:

  • શુભ: સવારે ૭:૫૨ થી ૯:૩૦
  • ચલ: બપોરે ૧૨:૪૫ થી ૧૪:૨૩
  • લાભ: બપોરે ૧૪:૨૩ થી ૧૬:૦૦
  • અમૃત: સાંજે ૧૬:૦૦ થી ૧૭:૩૮

રાત્રીનાં ચોઘડિયા:

  • લાભ: સાંજે ૧૯:૧૫ થી ૨૦:૩૮
  • શુભ: રાત્રે ૨૨:૦૦ થી ૨૩:૨૩
  • અમૃત: રાત્રે ૨૩:૨૩ થી ૨૪:૪૫
  • ચલ: રાત્રે ૨૪:૪૫ થી ૨૬:૦૮
  • લાભ: વહેલી સવારે ૨૮:૫૨ થી ૩૦:૧૫

Today’s Horoscope  આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ, લ, ઇ): આંતરિક સૂઝમાં વૃદ્ધિ થશે. સંતાન સંબંધિત બાબતોમાં સંતોષ રહેશે. પરિવારમાં આનંદનો માહોલ રહેશે. શુભ દિવસ.

વૃષભ (બ, વ, ઉ): જમીન, મકાન, વાહન સુખ સારું રહેશે. તમામ સુખ-સગવડ પ્રાપ્ત થશે. દિવસ પ્રગતિકારક રહેશે.

મિથુન (ક, છ, ઘ): તમારી પ્રતિભા દર્શાવી શકશો. નવા કાર્યનું આયોજન કરી શકશો. શુભ દિવસ, લાભ થશે.

કર્ક (ડ, હ): બેંકના કાર્યો પૂર્ણ કરી શકશો. આર્થિક આયોજન કરી શકશો. મનોમંથન કરી શકો છો.

સિંહ (મ, ટ): તમારા વ્યક્તિત્વનો વિકાસ થશે. આંતરિક શક્તિ ખીલશે. લોકો દ્વારા તમારી પ્રશંસા થશે.

કન્યા (પ, ઠ, ણ): લોન વગેરે બાબતોમાં સાવધાની રાખવી. ખર્ચ પર અંકુશ રાખવો. બિનજરૂરી વ્યય ટાળવા સલાહભર્યું છે.

તુલા (ર, ત): જીવનમાં નવા નિયમ લાવી શકશો. તમારી દિનચર્યા સુધારી શકશો. દિવસ દરમિયાન પ્રગતિ થશે.

વૃશ્ચિક (ન, ય): વ્યક્તિની પરખ કરી શકશો. કામકાજ માટે નવા સંસાધનોનો ઉપયોગ કરી શકશો. શુભ દિવસ.

ધન (ભ, ફ, ધ, ઢ): આધ્યાત્મિક ચિંતન થશે. ધ્યાન, યોગ અને મૌનથી લાભ થશે. પરિવાર સાથે આનંદ માણી શકશો.

મકર (ખ, જ): કોર્ટ-કચેરી કે વિલ-વારસાના પ્રશ્નો ઉકેલી શકશો. વિવાદ નિવારી શકશો. મધ્યમ દિવસ રહેશે.

કુંભ (ગ, શ, સ, ષ): આંતરિક જીવનમાં સારું રહેશે. સંબંધોમાં સુલેહથી ચાલી શકશો. વધુ ઉગ્રતાથી કામ ન લેવા સલાહ છે.

મીન (દ, ચ, ઝ, થ): આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા! હિતશત્રુઓથી કાળજી લેવી. વિશ્વાસે ન ચાલવું. મધ્યમ દિવસ.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More