Shah Rukh Khan On National Award: ‘જવાન’ માટે પ્રથમ નેશનલ એવોર્ડ મળતા ભાવુક થયો શાહરુખ ખાન, વિડીયો શેર કરી કહી આવી વાત

Shah Rukh Khan On National Award: 33 વર્ષના કરિયર બાદ શાહરુખને પ્રથમ નેશનલ એવોર્ડ મળ્યો, કિંગ ખાન એ ભારત સરકાર અને ડિરેક્ટર એટલી નો આભાર માન્યો.

by Zalak Parikh
ShahRukh Khan Wins First National Award for Jawan Shares Emotional Video

News Continuous Bureau | Mumbai

Shah Rukh Khan On National Award: બોલીવૂડના કિંગ ખાન શાહરુખ ખાન ને 71મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ફિલ્મ ‘જવાન’  માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. 33 વર્ષના લાંબા કરિયર બાદ શાહરુખને પ્રથમવાર નેશનલ એવોર્ડ મળ્યો છે. આ પ્રસંગે તેણે એક ભાવુક વિડીયો શેર કરીને ભારત સરકાર, માહિતી અને પ્રસારણ મંત્રાલય (I&B Ministry), જ્યુરી અને ફિલ્મના ડિરેક્ટર એટલી નો આભાર વ્યક્ત કર્યો.

આ સમાચાર પણ વાંચો : Mahavatar Narsimha: ‘સૈયારા’ ને પાછળ છોડી આગળ નીકળી એનિમેટેડ ફિલ્મ ‘મહાવતાર નરસિંહા’ ,છઠા દિવસે ફિલ્મે કરી અધધ આટલા કરોડ ની કમાણી

શાહરુખનો ભાવુક વિડીયો અને ખાસ આભાર

શાહરુખ ખાન એ પોતાના X (Twitter) એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો જેમાં તેણે નેશનલ એવોર્ડ માટે મળેલા સન્માન માટે ખુશી વ્યક્ત કરી. તેણે જણાવ્યું કે આ એવોર્ડ તેને યાદ અપાવે છે કે તે જે કરે છે તેનું મહત્વ છે. વિડીયોમાં શાહરુખના ખભા પર Sling જોવા મળ્યું, જે દર્શાવે છે કે તે હાલ ઈજાગ્રસ્ત છે. તેણે પોતાની ટીમ, ડિરેક્ટર એટલી, પત્ની ગૌરી  અને બાળકોનો પણ આભાર માન્યો.


વિડીયોમાં શાહરુખે પોતાના પરિવાર માટે ખાસ સંદેશ આપ્યો. તેણે જણાવ્યું કે તેની પત્ની ગૌરીઅને બાળકો આર્યન, સુહાનાઅને અબ્રામ છેલ્લા કેટલાક વર્ષોથી તેને વધુ પ્રેમ અને સંભાળ આપે છે. તેણે ચાહકોને પણ આ એવોર્ડ માટે આભાર માન્યો અને કહ્યું કે “પોપકોર્ન તૈયાર રાખો” – જે તેના સ્ટાઈલ નો ખાસ સંદેશ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More