News Continuous Bureau | Mumbai
‘રાષ્ટ્રીય અંગદાન (Organ Donation) દિવસ’ના પહેલા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૦૨મું સફળ અંગદાન નોંધાયું છે. સૈજપુર બોઘાના રહીશ ધીરજભાઈ શ્રીમાળી વર્ષોથી ખેંચની બીમારીથી પીડાતા હતા. તેઓ બ્રેઇનડેડ જાહેર થયા બાદ તેમના પિતા ગણપતભાઈએ હૃદય (Heart), લીવર (Liver), કિડની (Kidney) અને આંખો (Eyes) દાન કરવાનો મહાન નિર્ણય કર્યો. આ ઉમદા કાર્યના કારણે અનેક દર્દીઓને નવજીવન મળી રહ્યું છે.
Organ (અંગ) Donation ના મહત્વને ઉજાગર કરતો પિતાનો નિર્ણય
ગણપતભાઇ શ્રીમાળીએ જણાવ્યું કે તેમણે વર્ષોથી તેમના પુત્રને ગંભીર સ્થિતિમાં જીવતા જોયો હતો. તેઓના પિતાએ જણાવ્યું કે, “અમે દુખ અનુભવી ચૂક્યા છીએ, તેથી અન્ય દર્દીઓને રાહત મળે એમાં જ માનવીયતા છે.” તેમના પુત્ર ધીરજભાઈના અંગોનું દાન કરીને તેમણે “અંગદાન મહાદાન”નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ સમાચાર પણ વાંચો : PM Kisan: ગુજરાતમાં PM કિસાન યોજનાના લાભોનું વિતરણ, ૧૧૧૮ કરોડથી વધુ સહાય ખેડૂતોએ મેળવી
Civil Hospital માં 202nd Organ (અંગ) Donation: આંકડાઓ મન હલાવી દેતા
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી મુજબ, આજદિન સુધી અહીં ૨૦૨ અંગદાનો (Organ Donations) નોંધાયા છે, જેમાંથી કુલ ૬૬૪ અંગોનું સફળ દાન થયું છે. આ અંગો દ્વારા ૬૪૫થી વધુ દર્દીઓને નવી જિંદગી મળી છે. આ આંકડા અંગદાનની મહત્વતા અને જરૂરિયાત દર્શાવે છે.
Organ (અંગ) Donation ની અસરકારકતા: નવા જીવનની ભેટ
ધીરજભાઈના દાનમાં મળેલ લીવર (Liver) અને કિડની (Kidney)નું પ્રત્યારોપણ સિવિલ મેડીસીટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં થશે. તેમનું હૃદય (Heart) યુ.એન. મેહતા હોસ્પિટલમાં દર્દી માટે ઉપયોગમાં લેવાશે. તેમની આંખોનું (Eyes) દાન એમ એન્ડ જે આંખ હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે.