Udita Goswami DJ: ડીજે બની ઇમરાન હાશ્મી ની આ બોલ્ડ અભિનેત્રી, સૈયારા ફેમ મોહિત સુરી સાથે છે ખાસ સંબંધ

Udita Goswami DJ: 'અકસર' અને 'ઝહર' જેવી ફિલ્મોથી જાણીતી ઉદિતા હવે પાર્ટી માં ડીજે બની લોકોના દિલ જીતી રહી છે

by Zalak Parikh
Udita Goswami Turns DJ, Viral Remix Video Shocks Fans

News Continuous Bureau | Mumbai

Udita Goswami DJ: એક સમયની બોલ્ડ અને લોકપ્રિય અભિનેત્રી ઉદિતા ગોસ્વામી હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર રહીને ડીજે તરીકે કામ કરી રહી છે. તાજેતરમાં વિદેશમાંથી તેનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે ‘સૈયારા’  ગીતને રીમિક્સ કરીને પાર્ટીમાં ધમાલ મચાવી રહી છે. આ વીડિયો જોઈને ફેન્સ ચોંકી ગયા છે અને સોશિયલ મીડિયા પર ભારે રિએક્શન આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Son of Sardaar 2 OTT release: ‘સન ઓફ સરદાર 2’ ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો થિયેટર બાદ કયા પ્લેટફોર્મ પર જોઈ શકશો અજય દેવગણ ની ફિલ્મ

‘ઝહર’ અને ‘અકસર’ જેવી ફિલ્મોથી બોલ્ડ ઇમેજ

ઉદિતાએ 2003માં ‘પાપ’ ફિલ્મથી કરિયર શરૂ કર્યું હતું. ત્યારબાદ ‘ઝહર’, ‘અકસર’ જેવી ફિલ્મોમાં ઇમરાન હાશમી સાથે કામ કર્યું હતું. ‘અગર તુમ મિલ જાઓ’ અને ‘ઝલક દિખલા જા’ જેવા ગીતો આજે પણ લોકપ્રિય છે. તેની બોલ્ડ ઇમેજ માટે તે ચર્ચામાં રહી હતી.ઉદિતા ગોસ્વામી એ જાણીતા ડિરેક્ટર મોહિત સૂરી સાથે લગ્ન કર્યા છે, જેણે ‘સૈયારા’ ફિલ્મ  ડિરેક્ટ કર્યું હતું. હવે ઉદિતા DJ તરીકે પોતાની નવી ઓળખ બનાવી રહી છે અને વિદેશી પાર્ટીઓમાં રીમિક્સથી લોકોને નચાવી રહી છે.


વિડિયો વાયરલ થતાં જ ફેન્સે મિશ્ર પ્રતિસાદ આપ્યા છે. કેટલાકે કહ્યું કે “અમે તેને ફિલ્મોમાં જોઈને મોટા થયા છીએ” તો કેટલાકે તેના નવા અવતારને “inspiring” ગણાવ્યો છે. ઉદિતાએ પોતે આ વીડિયો શેર કરીને જણાવ્યું કે તે પોતાનું પેશન ફોલો કરી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More