Bigg Boss 19: બિગ બોસ 19′ ના પહેલા કન્ફર્મ સભ્ય નું નામ આવ્યું સામે, સલમાન ખાન ના શો માં મચાવશે ધૂમ

Bigg Boss 19: 24 ઓગસ્ટથી શરૂ થઇ રહેલા સલમાન ખાનના શો 'બિગ બોસ 19'માં પૂરવ ઝા એન્ટ્રી કરશે.

by Zalak Parikh
Bigg Boss 19 YouTuber Purav Jha Confirmed as First Contestant

News Continuous Bureau | Mumbai

Bigg Boss 19: સલમાન ખાન (Salman Khan) દ્વારા હોસ્ટ થતો લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ 19’ (Bigg Boss 19) 24 ઓગસ્ટથી શરૂ થવાનો છે. શોના પહેલા કન્ફર્મ સભ્ય તરીકે યૂટ્યુબર (YouTuber) અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પૂરવ ઝા (Purav Jha)નું નામ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂરવ ઝા શોમાં ભાગ લેશે તે નિશ્ચિત છે

આ સમાચાર પણ વાંચો : Dream Girl 2: ‘ડ્રીમ ગર્લ 2’ ના મેકર્સ ને મળી મોટી રાહત, ફિલ્મ વિરુદ્ધ આ મામલે કરેલ કેસ ને હાઇકોર્ટે ફગાવ્યો

 ધ ટ્રેટર્સ’ પછી ‘બિગ બોસ’માં એન્ટ્રી

પૂરવ ઝા અમેઝોન પ્રાઈમ વિડીયો ના રિયાલિટી શો ધ ટ્રેટર્સ માં પણ જોવા મળ્યો હતો, જ્યાં તે ટ્રેટર તરીકે રમ્યો હતો. હવે ‘બિગ બોસ 19’માં તેની એન્ટ્રી થવા જઈ રહી છે. આ સિઝનમાં પહેલા એવું માનવામાં આવતું હતું કે માત્ર ટીવી અને ફિલ્મ સેલિબ્રિટીઝ જ ભાગ લેશે, પરંતુ પૂરવ જેવા સોશિયલ મીડિયા સ્ટાર્સને પણ શોમાં સ્થાન મળ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by BiggBoss Tak (@biggbosstak14)


પૂરવ ઝાનો જન્મ 11 ઓગસ્ટ 2001ના રોજ બિહારના મધુબની જિલ્લામાં થયો હતો. તે ત્રણ વર્ષની ઉંમરે પરિવાર સાથે દિલ્હી શિફ્ટ થયો હતો. 12 માં ધોરણ માં અભ્યાસ દરમિયાન તેને એક્ટિંગનો શોખ લાગ્યો અને ટિકટોક (TikTok) પર વીડિયો બનાવવાનું શરૂ કર્યું. આજે તેના ઇન્સ્ટાગ્રામ  પર 7 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને યુટ્યુબ ચેનલ પર 49 લાખથી વધુ સબ્સક્રાઇબર્સ છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More