Mumbai Airport Wildlife Smuggling: મુંબઈ એરપોર્ટ પર દુર્લભ અને સંરક્ષિત પ્રાણીઓની તસ્કરી, કસ્ટમ વિભાગે કરી આવી કાર્યવાહી

Mumbai Airport Wildlife Smuggling: બૅન્કોકથી આવેલા મુસાફર પાસે હની બેર (Honey Bear), પિગ્મી મર્મોસેટ અને અલ્બિનો કાસવ મળ્યા; કસ્ટમ વિભાગે કાર્યવાહી કરી

by Zalak Parikh
Rare Wildlife Smuggling Foiled at Mumbai Airport; Passenger Arrested

News Continuous Bureau | Mumbai

Mumbai Airport Wildlife Smuggling: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનીમથક (CSMIA) પર કસ્ટમ વિભાગે એક ભારતીય મુસાફર શારુક્કન મોહમ્મદ હુસેન ને દુર્લભ અને જીવંત વિદેશી પ્રાણીઓની તસ્કરી કરતા ઝડપ્યો. બૅન્કોકથી આવેલા હુસેનની ટ્રોલી બેગમાં તપાસ દરમિયાન બે હની બેર (Kinkajou), બે પિગ્મી મર્મોસેટ (Pygmy Marmoset – દુનિયાના સૌથી નાના વાંદરા) અને ૫૦ અલ્બિનો રેડ-ઈયર સ્લાઇડર કાસવ (Albino Red-Eared Slider Turtles) મળી આવ્યા હતા.

કસ્ટમ્સ અને વન્યજીવ કાયદા હેઠળ ગુનો નોંધાયો

હુસેન સામે કસ્ટમ્સ અધિનિયમ 1962 અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધાયો છે. આ તમામ પ્રજાતિઓ CITES (Convention on International Trade in Endangered Species) હેઠળ સંરક્ષિત છે અને તેમના આયાત માટે જરૂરી પરવાનગી વગર લાવવી કાયદેસર નથી.

છેલ્લા છ મહિનામાં અનેક તસ્કરીના કેસ

છેલ્લા છ મહિનામાં મુંબઈ એરપોર્ટ પરથી મીરકેટ્સ (Meerkats), સ્ટાર ટર્ટલ્સ (Star Turtles), સરડાં, સુમાત્રન સસલાં, ગ્રેટ-બિલ્ડ પોપટ (Great-Billed Parrots), અને ઇન્ડો-ચાઈનીઝ બોક્સ ટર્ટલ્સ (Indo-Chinese Box Turtles) જેવી દુર્લભ વિદેશી પ્રજાતિઓની તસ્કરીના અનેક કેસ સામે આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Forest Department Action: મુંબઈના ક્રોફોર્ડ માર્કેટ ખાતે વન વિભાગની મોટી કાર્યવાહી, વિભાગ દ્વારા આટલા સંરક્ષિત પ્રાણીઓ કરવામાં આવ્યા જપ્ત

CITES નિયમોનું ઉલ્લંઘન

1 જૂનના રોજ ચેન્નાઈના મુસાફર પાસેથી પાંસઠ જેટલા દુર્લભ પ્રાણીઓ ઝડપાયા હતા જેમાં બેબી સિયામંગ ગિબન્સ (Siamang Gibbons), ત્રણ શિંગાવાળા સાપ, એશિયન પાનવાળા કાસવ અને ઇન્ડોનેશિયન પિટ વાયપર્સ (Pit Vipers)નો સમાવેશ થાય છે. આ તમામ કેસ CITES અને આયાત નીતિ ના ઉલ્લંઘન તરીકે નોંધાયા છે.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More