Train Timing change: ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસના સમય અને ટર્મિનલ સ્ટેશનમાં પરિવર્તન

Train Timing change: ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન સંખ્યા 22484/22483 ગાંધીધામ-જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસના આગમન-પ્રસ્થાનના સમય અને ટર્મિનલ સ્ટેશનમાં 03 નવેમ્બર 2025 થી પરિવર્તન કરવામાં આવી રહ્યું છે.

by Dr. Mayur Parikh
Gandhidham-Jodhpur Express Timing & Terminal Change: Train to Run from Bhagat Ki Kothi from Nov 3, 2025

News Continuous Bureau | Mumbai

Train Timing change: ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન સંખ્યા 22484/22483 ગાંધીધામ-જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસના આગમન-પ્રસ્થાનના સમય અને ટર્મિનલ સ્ટેશનમાં 03 નવેમ્બર 2025 થી પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. આ ટ્રેનનું સંચાલન જોધપુરને બદલે હવે ભગત કી કોઠીથી કરવામાં આવશે. જેની વિગતો નીચે મુજબ છે:

• ટ્રેન સંખ્યા 22484 ગાંધીધામ – ભગત કી કોઠી એક્સપ્રેસ ગાંધીધામથી 23.55 કલાક ને બદલે (2.15 કલાક પહેલા) 21.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.15 કલાકે ભગત કી કોઠી પહોંચશે.આ ટ્રેનનો અમદાવાદ ડિવિઝનના સ્ટેશનો પર આગમન પ્રસ્થાનનો સમય સામાંખ્યાલી 22.26/22.28 વાગ્યે, રાધનપુર 00.01/00.03 વાગ્યે, ભાભર 00.20/00.22 વાગ્યે અને ભીલડી 01.20/01.25 વાગ્યે રહેશે.

આ સમાચાર પણ વાંચો :Bihar: મંત્રીમંડળે બિહારમાં બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોરના 4-લેન ગ્રીનફિલ્ડ એક્સેસ-કંટ્રોલ્ડ મોકામા-મુંગેર વિભાગના બાંધકામને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર મંજૂરી આપી, જેની કુલ પ્રોજેક્ટ લંબાઈ 82.4 કિમી અને રૂ. 4447.38 કરોડના ખર્ચે પૂર્ણ થશે

• ટ્રેન સંખ્યા 22483 ભગત કી કોઠી – ગાંધીધામ એક્સપ્રેસ ભગત કી કોઠીથી 23.00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 08.30 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેનનો અમદાવાદ ડિવિઝનના સ્ટેશનો પર આગમન-પ્રસ્થાનનો સમય ભીલડી 04.20/04.25 વાગ્યે, ભાભર 05.00/05.02 વાગ્યે, રાધનપુર 05.18/05.20 વાગ્યે અને સામાખ્યાલી 07.20/07.22 વાગ્યાનો રહેશે.

આ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More