News Continuous Bureau | Mumbai
કોલેજો અને સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓના બનાવો વધી રહ્યા છે. આવામાં, નાસિકની એક ખાનગી શાળાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. આ અંગે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.
પોલીસે જણાવ્યું કે, વહેલી સવારે ૨.૪૫ વાગ્યે ઇન્દિરાનગર પોલીસ સ્ટેશનને એક નકલી ઈમેલ આઈડી પરથી ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ ઈમેલમાં નાસિકની કેમ્બ્રિજ હાઈસ્કૂલના બાથરૂમમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું.
આ સમાચાર પણ વાંચો : Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
ધમકી મળતાની સાથે જ બોમ્બ ડિટેક્શન સ્ક્વોડ (Bomb squad) સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી અને શાળા સુરક્ષિત હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને સાયબર પોલીસ નકલી ઈમેલ આઈડી શોધવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ધમકી એક અફવા હોવાનું બહાર આવ્યું છે.
Join Our WhatsApp Community