Homemade Soap: ટેનિંગ ને દૂર કરવા ઘરે જ બનાવો સાબુ, જાણો સરળ રીત

Homemade Soap: લીંબુ એલોવેરા અને ચંદનથી બનેલો હોમમેડ સાબુ સ્કિનને બનાવે છે હેલ્ધી અને ગ્લોઇંગ, જાણો તેને બનાવવાની રીત

by Zalak Parikh
Remove Skin Tanning Naturally with This Homemade Soap – Easy Recipe Inside!

News Continuous Bureau | Mumbai

Homemade Soap: ઘણીવાર તડકા માં  વધુ સમય વિતાવવાથી ચામડી પર ટેનિંગ થઈ જાય છે, જેને દૂર કરવી મુશ્કેલ હોય છે. બજારના મોંઘા પ્રોડક્ટ્સ અને સેલૂન ટ્રીટમેન્ટ્સ  છતાં પણ પરિણામ ન મળે તો ઘરેલું ઉપાય અજમાવવો શ્રેષ્ઠ છે. અહીં અમે તમને એક હોમમેડ સાબુ બનાવવાની રીત જણાવીશું, જે ટેનિંગ દૂર કરવા માટે અસરકારક છે.

ટેનિંગ દૂર કરતો હોમમેડ સાબુ બનાવવાની સામગ્રી

  • ગ્લિસરીન  – 1 કપ
  • હળદર પાઉડર – 1/2 ચમચી
  • એલોઅવેરા જેલ  – 1 ચમચી
  • લીંબુ રસ  – 1 ચમચી
  • ચંદન પાઉડર  – 1 ચમચી
  • ટી ટ્રી ઓઈલ અથવા લવેન્ડર ઓઈલ – 2-3 બૂંદ
  • સાબુ  મોલ્ડ 

સાબુ  બનાવવાની રીત

  1. ડબલ બોઇલર અથવા માઇક્રોવેવમાં ગ્લિસરીન પિઘાળો.
  2. તેમાં હળદર, એલોવેરા, લીંબુ રસ, ચંદન પાઉડર અને ઓઈલ ઉમેરો.
  3. બધું સારી રીતે મિક્સ કરો જેથી કોઈ ગાંઠ ન રહે.
  4. મિશ્રણને સાબુન મોલ્ડમાં ભરો અને ફ્રિજમાં 5-6 કલાક માટે રાખો.
  5. સેટ થયા પછી મોલ્ડમાંથી કાઢી લો – તમારો સાબુ તૈયાર છે!

આ સમાચાર પણ વાંચો : Laser Hair Removal: શું લેસર હેર રિમૂવલથી વાળ હંમેશા માટે દૂર થાય છે? જાણો ફાયદા અને નુકસાન

આ સાબુનના ફાયદા

  • ટેનિંગ દૂર કરે છે: લીંબુ અને હળદર સ્કિન લાઈટનિંગ માટે ઉત્તમ છે.
  • સ્કિનને ગ્લો આપે છે: એલોવેરા અને ચંદન સ્કિનને શાંત અને હેલ્ધી બનાવે છે.
  • 100% નેચરલ: કોઈ કેમિકલ્સ વગર, ઘરેલું અને સુરક્ષિત ઉપાય.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More