News Continuous Bureau | Mumbai
શિવાજી પાર્ક વિસ્તારમાં સ્વર્ગસ્થ મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર કોઈ અજાણ્યા વ્યક્તિએ લાલ રંગ લગાવતા તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. આ ઘટના મંગળવાર, 16 સપ્ટેમ્બરની રાત્રે બની હોવાનું માનવામાં આવે છે. ઘટનાની જાણ થતા જ શિવસૈનિકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને પ્રતિમાને સાફ કરી.
પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીને શોધી રહી છે. આ ઘટના બાદ દાદર અને શિવાજી પાર્ક વિસ્તારમાં થોડો તણાવ છે. પોલીસે જણાવ્યું કે તેઓ ગુનેગારને પકડવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.1995માં તેમના અવસાન બાદ, શિવાજી પાર્ક ખાતે તેમની અર્ધપ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમા છેલ્લા ઘણા વર્ષોથી આ સ્થળે છે. મીનાતાઈ ઠાકરેને, શિવસૈનિકો પ્રેમથી ‘મા સાહેબ’ કહેતા હતા
આ સમાચાર પણ વાંચો : Mumbai Monorail: મુંબઈ મોનોરેલ સેવા અનિશ્ચિત સમય માટે બંધ: સુરક્ષાના કારણોસર મોટો નિર્ણય
આ ઘટના બાદ શિવસૈનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્યો, સાંસદો અને શિવસૈનિકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાંસદ અનિલ દેસાઈએ શંકા વ્યક્ત કરી છે કે આ કોઈ સમાજ વિરોધી તત્વનું કૃત્ય છે. ઉલ્લેખનિય છે કે અગાઉ પણ એક વાર માં સાહેબના પુતળાનું અજાણ્યા શખ્સ દ્વારા અપમાન કરવામાં આવ્યું હતું.