News Continuous Bureau | Mumbai
Western Railway updates પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ સ્ટેશન પર રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા ચાલી રહેલા પુનઃવિકાસના કામને કારણે, જોધપુર-હડપસર સુપરફાસ્ટ એક્સપ્રેસ નો સ્ટોપેજ આગામી 60 દિવસ માટે અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશન પર અસ્થાયી રૂપે યથાવત રહેશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.
* ટ્રેન નંબર 20496/20495 જોધપુર – હડપસર – જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસનો સ્ટોપેજ 19-09-2025 થી 19-11-2025 સુધી અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશન પર યથાવત રહેશે.
આ સમાચાર પણ વાંચો : Shantaben Mochi: ૭૦ની ઉંમરે પણ કામમાં અડગ: સુરતની શાંતાબેન મોચી અનેક બહેનો માટે પ્રેરણારૂપ
મુસાફરોને મુસાફરી કરતી વખતે ઉપરોક્ત ફેરફારો ધ્યાનમાં રાખવા વિનંતી છે. ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો.