Shardiya Navratri 2025: શારદીય નવરાત્રિમાં માતા દુર્ગાને અર્પણ કરો આ ફૂલો, મળશે વિશેષ આશીર્વાદ

Shardiya Navratri 2025: નવરાત્રીના નવ દિવસમાં માતા દુર્ગાને તેમના પ્રિય ફૂલો અર્પણ કરવાથી મળે છે મનવાંછિત ફળ અને ઘરમાં આવે સુખ-સમૃદ્ધિ

by Zalak Parikh
Offer These Flowers to Maa Durga in Shardiya Navratri for Her Blessings

News Continuous Bureau | Mumbai

Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ પાવન અવસરે માતા દુર્ગાની ભક્તિ અને પૂજન માટે ખાસ મહત્વ છે. માન્યતા છે કે નવરાત્રીના નવ દિવસમાં માતાજીને તેમના પ્રિય ફૂલો  અર્પણ કરવાથી ભક્તોને વિશેષ આશીર્વાદ મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જાણો, કયા ફૂલો માતા દુર્ગાને અર્પણ કરવાથી મળે છે શુભ ફળ.

માતા દુર્ગાના પ્રિય ફૂલો 

  • લાલ જાસુદ (Hibiscus): માતા દુર્ગાને લાલ જાસુદ (Hibiscus)નું ફૂલ ખૂબ જ પ્રિય છે. માન્યતા છે કે આ ફૂલ અર્પણ કરવાથી ભક્તોને સુખ-સૌભાગ્ય અને મનવાંછિત ફળ મળે છે.
  • પીળા ગોટા(Marigold): નવરાત્રી માં માતાજીને પીળા ગોટા (Marigold)નું ફૂલ અર્પણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે.
  • ગુલાબ (Rose): નવરાત્રીના દિવસોમાં ગુલાબ નું ફૂલ અર્પણ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા  આવે છે.
  • હરસિંગાર (Parijat): હરસિંગાર (Parijat)ના ફૂલો અર્પણ કરવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે.
  • કમળ (Lotus): કમળ નું ફૂલ માતાજીને અર્પણ કરવાથી કાર્યોમાં સફળતા મળે છે.

નવરાત્રિમાં ફૂલોનું મહત્વ

હિંદુ ધર્મશાસ્ત્રો અનુસાર, નવરાત્રિ ના દિવસોમાં માતા દુર્ગાની ભક્તિ ભાવથી પૂજા-અર્ચના કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે. માતાજીને તેમના પ્રિય ફૂલો અર્પણ કરવાથી મનવાંછિત ફળ મળે છે અને ઘરમાં ધન-સંપત્તિ આવે છે.

આ સમાચાર પણ વાંચો : Shardiya Navratri 2025: નવરાત્રી માં માતા દુર્ગાના નવ સ્વરૂપોને અર્પણ કરો 9 અલગ-અલગ ભોગ, મળશે ધન-સંપત્તિ અને આશીર્વાદ

માતા દુર્ગાને ફૂલ અર્પણ કરતી વખતે ધ્યાનમાં રાખો

  • ફૂલ તાજા અને સ્વચ્છ હોવા જોઈએ
  • પૂજા પહેલા ફૂલોને પાણીથી ધોઈ લો
  • દરેક દિવસ માટે અલગ-અલગ ફૂલ પસંદ કરો
  • ભક્તિભાવથી માતાજીને અર્પણ કરો

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More